આ પ્રાણશક્તિ થઈ સંજીવની.
સમર્પિત, સ્વસ્થ જીવનશક્તિ.
તન, મન, મતિ સંગે આતમકેડી,
દિવ્યશક્તિમય દિવ્ય પૂરવણી.
પ્રભુચરણે ડગ ને એથી દોરવણી.
ભરે દિવ્યતેજે, પંથને અજવાળી.
પ્રભુ કાર્ય ઊપાડે બની નતમસ્તકિ,
શું શું ન આ સબળું સાધન શકે કરી?
પ્રભુમયી સૃષ્ટિ મહીં દિવ્ય પ્રવૃત્તિ!
પ્રભુપ્રેરી પ્રાણશક્તિ ને તૈયાર 'મોરલી'...
પ્રાણશક્તિ, અસંખ્ય રૂપો, તત્વો, સ્તરોથી ભરેલી...
દેહે દેહે વિભિન્ન અને સુયોજિત! સમર્પણમાં મૂકાય ત્યાં સુધીમાં વ્યક્તિમાં સમવિષ્ટ દરેક પ્રાણપાસાથી જીવાઈ ચૂકી હોય. શક્ય શિખર પહોંચાઈ ગયું હોય અને પછી આત્મસ્થ થવાનો સમય આવે. શુદ્ધતામાં બધુંય વીણાય, છણાવટ થાય. આ કે તે...જે જે આગળ માટે જરૂરી, તે રખાય ને હવે જે બિનઊપયોગી હશે તે ત્યાં જ પૂરું થાય.
એક સુવ્યવસ્થિત પ્રગતિશીલ પ્રક્રિયા...
અંતે, શક્તિ સ્વરૂપ ધરે ને બને જીવ માટે સંજીવની. સક્રિયાત્મક, સહકારાત્મહ, સકારાત્મક, સર્જનાત્મક સમર્પિત માર્ગદર્શિની. જે આત્માનાં નિર્દેશને અનુસરતી...
પૃથ્વી વાતાવરણ અને પૃથ્વી ચેતનામાં દિવ્યતાને સુસ્થાપિત અને સુદ્રઢ બનાવવા માટે નાનુશું પણ ઊચિત યોગદાન આપવા તૈયાર.
પોતાનાં પૂર્ણ સ્વરૂપે...
સોળે કળાએ...
વૃદ્ધિમાં ઊમેરો કરવા...
વિકાસશીલ અભિગમ સાથે...
ગ્રાહ્યનાં જીવન દ્વારા...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૬
Flower Name: Dendranthema Xgrandiflorum [Chrysanthemum Xmorifolium]
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.
No comments:
Post a Comment