Friday, 26 August 2016

દ્વિજ બીજ ઝરણાં...



અહીં ઝરે રે, દ્વિજ બીજ ઝરણાં,
મધ્યે-ઊર્ધ્વે કૃપા વર્ષા...
 ... અહીં ઝરે રે ...

હ્રદયે સંદિપ્ત ભગવતી બેઠાં,
મનસાતીત પ્રભુજી વ્હાલાં...
દ્વિકર્મી ગ્રહે દિપ્તી વહેણાં,
તેજ કર્તવ્ય ચૈતન દ્વારા...
 ... અહીં ઝરે રે ...

બક્ષિસ ભેગી નિષ્ઠ સાધના,
વાટ પ્રભુ, વટમાર્ગી પ્રભુતા...
દિવ્યશક્તિની અસ્ખલિત યાત્રા,
તૃષાતુર, હજી બાળક આત્મા...
 ... અહીં ઝરે રે ...

નમે 'મોરલી'! નમન દિવ્ય મા...
અવતરે તું, અવતરણ દિવ્યતા
આભારી, નિ:શેષ અર્પિતા,
ઓળઘોળ, પ્રભુબોલ દક્ષતા...
 ... અહીં ઝરે રે ...




ખુલ્લાપણું એટલે પ્રગતિની આધારશીલા...

ખુલ્લા થવું એટલે ગતિને સાથે રાખવી...

ખુલ્લા હોવું એટલે સમયની તાબેદારી હોવી...

ખુલ્લામાં; 

ખીલવાની ક્ષમતા છે... 
અવસ્થા પ્રસાર છે...
પરિઘોને પડકાર છે...
બંધનની અમાવસ્યા છે...
અસીમિત વિસ્તાર છે...
ફેલાવો માંગતી ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ છે... 
સપાટી પર આવવા મથતું ઊંડાણ છે...





મનુષ્ય આ જ ખુલ્લાપણાંનાં યોગદાનથી અસ્તિત્વ બને છે. ભૌતિક સીમાઓને લાંઘીને વૈશ્વિક વાતાવરણમાં વિસ્તાર લે છે. પરમની કૃપાળુ દ્રષ્ટિને પાત્ર બને છે. સત્ય-ગ્રાહ્ય અને ગૂઢત્વને ઝીલતું બને છે. 

ખુલ્લાં થવાંનાં સહુથી વધુ અસરકારક બે રસ્તાં - હ્રદયનું ઊંડાણ અને ઊર્ધ્વેનું મનસાતીત જોડાણ...

પ્રગતિ ગતિ માટે જરૂરી દિવ્યહાજરી, અનુકંપા, પ્રેમ તથા શાંતિ, જ્ઞાન, પ્રકાશ, સૌંદર્ય સભર અસ્તિત્વઘડતર દ્વારા પૃથ્વી ચેતનાને યોગદાન...

જ્યાં દ્વિમાર્ગી કરણ કૃપા ત્યાં દિવ્યતાનાં પણ બમણાં આશરાં...

કૃપા, પ્રભુ...પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૬


Flower Name: Barleria
Significance: Opening
The help is constant in all domains. It is for us to know how to benefit from it.

Opening is a release of the consciousness by which it begins to admit into itself the working of the Divine Light and Power.
THE MOTHER

The two feelings are both of them right-they indicate the two necessities of the sadhana. One is to go inward and open fully the connection between the psychic being and the outer nature. The other is to open upward to the Divine Peace, Force, Light, Ananda above, to rise up into it and bring it down into the nature and the body. Neither of these two movements, the psychic and the spiritual, is complete without the other. If the spiritual ascent and descent are not made, the spiritual transformation of the nature cannot happen; if the full psychic opening and connection is not made, the transformation cannot be complete. There is no incompatibility between the two movements; some begin the psychic first, others the spiritual first, some carry on both together.  
Sri Aurobindo
Letters on Yoga, Vol. 24, p.1093


No comments:

Post a Comment