Thursday, 10 November 2016

અમે પૃથ્વીનાં...


અમે પૃથ્વીનાં જીવો, 
કરવા પ્રભુનાં કાર્યો, 
સંગે દિવ્ય સથવારો, 
લીધો અમૂલ્ય જન્મારો...

અહીં જ રહશેે આ ભાગનો, 
બીજો ઊર્ધ્વે ગમન છેડો, 
બંને નભશે સહિયારો, 
મૂકશે પ્રગતિશીલ જન્મારો...

લીધો, લેશું કંઈક આવો, 
દર અનન્ય ને ઉજળીયાતો, 
દિવ્યસ્વરૂપની જરૂરિયાતો,  
ધરી નીતનવીન જન્મારો...

કંઈક કેટલાય ભાવોનો પનારો, 
ચાલ્યો આવે આમ વારસો, 
'મોરલી' સંનિષ્ઠ સંનિધી જીવવો,  
સાચ્ચો, ચોખ્ખો જન્મારો...


સમર્પણ એમ જ નથી થઈ આવતું... 
બધાંથી પણ નથી કરાતું...

કશુંક તો છે જ!  જે આ માર્ગે ધરાહાર લઈ જાય છે અને આખું અસ્તિત્વ, એક સમયે નતમસ્તકે જોડાઈ જાય છે. 

જેટલું સમર્પિત એટલું સહજ, સરળ અને સરસ... 

અસ્તિત્વ જાણે એનાં જ હોવામાં અનુભવાય છે. રિક્તતાનો સંવાદ પછી શરૂ થાય છે. સાવ ખાલી હોય ત્યારે જ ઘરની પણ ભીંતો બોલતી હોય છે. એનું માળખુ, બનાવટ અને લીંપણ સુદ્ધાં કંઈક કહેવા લાગે છે... પછી જ તો શણગારનો તબક્કો શરૂ થાય છે. 

વ્યક્તિત્વ બસ એમ જ અસ્તિત્વ નથી બનતું, એ બનવાનું હોય જ છે. વ્યક્તિને કદાચ ન ખબર હોય પણ વ્યક્તિત્વનાં પાસાંઓ એટલે કે એને ગઠિત સ્વરૂપ આપતાં તત્વો અને એમાં વસેલ ચેતનાને તો જાણકારી હશે જ અને એટલે જ તૈયારી પણ... 


જન્મ ધરવામાં જ જીવતરની હારમાળ 
અને તે થકી રૂપ લેતું જીવન 
અને એ જીવનમાંથી ઊપજતો વિકાસ 
અને એ ક્રમની મૂળ ઉદ્દેશ સાથેનું ત્રિકોણું જોડાણ... 
આવી કંઈક ગણતરી, રીતિ સાથે આમ દિવ્ય માર્ગે આવી જવાતું હોય છે. 

ભલે જીવન દરમ્યાન અનાયાસે ભેટો થયા અને કશુંક અંદર જાગી જાય. આવો ક્રમ પણ તો ગોઠવણ જ! 

અંતરાત્મા સંપૂર્ણ જ્ઞાત પણ બાહ્યજાત સદંતર અણજાણ અને એની પછી વિકાસ યાત્રા... 

એમાંથી ખરતાં એક એક પ્રસંગો થકી ઓળખાતાં અને વિમુખ થતાં તત્વો અને એમની આત્મસ્થાને હારબંધ પોરવણી... 

સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન... 

મરજી વ્યક્તિ આપે તો ઠીક છે, સીધું અને ઝડપથી જવાય નહીં તો સફર તો ચાલુ જ હોય છે... 

પ્રણામ... 

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Bixa orellana
Annatto, Lipstick tree, Achiote
Significance: New World
The result of transformation.
The really new thing is that a new world is born, born, born. It is not the old one transforming itself, it is a new world that is born. And we are right in the midst of this period of transition where the two are entangled — where the old still persists all-powerful, entirely dominating the ordinary consciousness, but where the new one is quietly slipping in, still very modest, unnoticed — unnoticed to the extent that outwardly it doesn't disturb anything very much for the time being, and in the consciousness of most people it is even quite imperceptible. And yet it is working, it is growing — until the time comes when it will be strong enough to assert itself visibly.
The situation we are in is very special, extremely special, without precedent. We are witnessing the birth of a new world; it is very young, very weak - not in its essence but in its outer manifestation - not yet recognised, not even sensed, denied by the majority. But it is here. It is here, making an effort to grow, absolutely sure of the result. But the road to it is a completely new road that has never been mapped out before - nobody has gone there, nobody has done that! It is a beginning, a universal beginning. So it is an absolutely unexpected and unpredictable adventure.

No comments:

Post a Comment