Saturday, 19 November 2016

નથી ચોંટાડવું પરિણામ...


નથી ચોંટાડવું પરિણામ હવે... 
કર્તવ્ય જ બસ, અંજામ હવે... 

નથી કોઈ જાણવા સગડ હવે... 
નિર્મિત છે નિશ્ચંત મકામ હવે... 

નથી કંઈ ઈચ્છિત ખાસ હવે... 
દિવ્યસંકલ્પે લીધું સ્થાન હવે... 

નથી જકડતું સમાધાન હવે... 
ભીતરે વસે ઠોસ દરકાર હવે... 

નથી આવતો-જતો ભાર હવે... 
હળવો કીધો સમયસભાન હવે... 

નથી ફરતો શિકારી પ્રભાવ હવે... 
ભાવ-સ્વભાવ, બધે સમત્વ હવે... 

નથી ઊઠતો અંગાર અણસાર હવે... 
વસે નર્યો કૃતકૃત 'મોરલી' પ્રેમ હવે... 


ઈચ્છા અને ઈચ્છિત પ્રાપ્તિનું ચક્કર!  

મનુષ્ય એમાં જકડાયેલ હોય છે અને એને જ લીધે ચાલતું પણ હોય છે.બંને એકમેકને પકડી રાખે છે, નભે છે.

મનુષ્ય માને કે ઈચ્છા વગર જીવન જીવંત નથી અને ઈચ્છાતત્વને મનુષ્યે મનુષ્યે વૃદ્ધિ મળે છે.


એક ઉપજી, અજમાવી એટલે બીજી નોતરે અને સુવ્યવસ્થિત રીતે ચાલે. માનવ મન પણ થાકે... એની સામે ઝૂકે અને ઈચ્છાની ઈચ્છાને આગળ ધરે...


અહીં જો વ્યક્તિ સભાન બને અને પરિણામમાંથી ખસી જાય તો?


કર્તવ્ય, કાર્ય, કર્મ, ક્રિયા વિગેરે કરવાનું અને ત્યાં જ વ્યક્તિભૂમિકાનો અંત. કશુંક ખાસ રીતે મેળવવા માટે કંઈક કરવું, એ કરતાં, કરવાનાં આનંદ માટે કે પ્રયોજન માટે કરવું અને ત્યાં જ એ પૂરી પ્રક્રિયાનો અંત જોવો!


ઘણી સભાનતા લાવે,

સમતત્વ આવે,
વિશાળતા, આપોઆપ વિસ્તાર આપે,
પરિપેક્ષ બદલાય,
વલણમાં લચીલાપણું ને સહજતા આવે, આઘાત ઓછા લાગે ને એટલે પ્રત્યાઘાત પણ...



અહીંથી બીજી વ્યક્તિનાં જીવન પર એની અસર શરૂ થાય...

જે સંભાવનાહતી, હવે શક્યતા બને, કશુંક પ્રેરણાદાયી લાગે એટલે એ પણ પ્રેરાય...
અજમાયશ ચાલુ થાય અને તત્વપૂર્તિને ગતિ મળે...
અલબત્, સામાન્ય રીતથી થોડું અલગ...
પ્રભાવ અને ભાવ બંને થોડાં જુદા...

વધુ સશક્ત અને અપેક્ષામુક્ત...

ક્રિયાશીલ પણ પરિણામ બાધિત નહીં...

પ્રણામ...


- મોરલી પંડ્યા

નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Crinum

Crinum lily, Spider lily
Significance: Disinterested Work Done for the Divine
The surest way to progress. Calm and powerful, it reaches its goal.
Disinterested work is work done with no other motive than that of doing as well as possible the Divine's work.

No comments:

Post a Comment