સિદ્ધિ દીધી તેં અનન્ય
હે પુરૂષોત્તમ! અરવિંદને
જગ કાજે ચડિયાતી
ગતિ મૂકી તેં. જીવવી જે...
નીલા વાદળ ઝૂકાવ્યાં
અહીં આ ધરતીએ
જનમાનસ, ઊઠે ઊર્ધ્વે
પ્રભુકર્મો ધરી જે...
ઊંચી દ્રષ્ટિ, ધ્યેય ઊચાં
પથ-દર્શક બની કાપ્યાં જે
જણે જીવાડે, સાધક ને
વાહક સંનિષ્ઠ બનતા એ...
શ્રીકૃષ્ણલીલાની લીલા
કે લીલાની પ્રક્રિયા છે!
તવ સંમતિ ભળ્યે
બનતી સમસ્તક્રીડા એ...
સમયે, સમગ્ર જાગશે, 'મોરલી'
કૃષ્ણરાગ એકએક હૈયે
સર્વોપરી એ ચેતના વધશે
નવજાત, કૃષ્ણ ધરી જનમશે...
અંતે પૂર્ણપુરૂષોત્તમે પુર્ણતા બક્ષી. માનવજાતને ઊત્ક્રાંતિકાળમાં લક્ષ્ય આંબવા મૂકી દીધી.
એક વિકાસકાળ હતો જ્યારે પશુચેતનામાં માનવ અને માનવતા પ્રવેશી. હવે એક ઠોસ નવવિકાસ - માનવમાંથી દિવ્યમાનવ અને દિવ્યતા તરફ...
શ્રીકૃષ્ણે જ પોતાની સર્જનપૂર્તિ માંડી, પૂર્ણતામાં, પૂર્ણતા માટે...
ઈતિહાસ દર્શાવે છે કે શ્રીકૃષ્ણે ક્યાંક ભક્તિ મોકલી તો ક્યાંક રક્ષણ, ક્યાંક પ્રેમ તો ક્યાંક માર્ગદર્શન...
અહીં એમણે પોતાની સમગ્રતાની ભેટ મોકલી છે, સમગ્રની સર્વસ્વરૂપે.
શ્રી અરવિંદને યોગ્ય માન્યા અને યોગ્યતા બક્ષી. ગુરુ શ્રીએ એ નિષ્ઠાથી સ્વીકારી અને ભાવિ માનવજાતના ઊદ્ધાર માટે સંપૂર્ણ જીવન શ્રીકૃષ્ણનાં માધ્યમમાં મૂકી દીધું.
સાધકને સમજાય અને અમલમાં મૂકી શકાય એટલી હદે એ યુગોની સફરને જીવી બતાવી.
સામાન્ય માણસોને જરૂર અસામાન્ય લાગે. એમાં ક્યાંય કોઈ વિચારધારા, પંથસંમ્પ્રદાય કે ધાર્મિકતાને અવમાન્ય કે અવગણી નથી પણ એને આધાર રાખી આગળ વધવાની વાત કરી. ચેતનાપ્રદેશમાં પ્રવેશી ત્યાંથી ભૂમિ અને ભૂમિગત જરૂરી વ્યવહારની રાહ દીધી.
કર્મ, જ્ઞાન, રાજ, ભક્તિ, હઠ બધાં યોગ પ્રકારો અને એની સાંઠગાંઠમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી, જીવનમાં ઉતારવી, જીવવી - એ વિધી, એ પ્રક્રિયાને લોકજીવન માટે અર્પણ કરી.
એ સિદ્ધિ એમણે પોતાનાં પૂરતી ન રાખતાં વહેંચી અને સૂક્ષ્મદેહ ધરી વહેંચાતી રહે તેની તકેદારી રાખી.
શ્રીનાં આ યોગદાન માટે માનવજાત કાયમને માટે આભારી રહેશે.
આજ નહીં તો કાલ, એક એક જણ જોડાશે...
કહો કે, જોડવામાં આવશે, જ્યાં જે એ ચેતનાને ઝીલવા પક્વ બનશે અથવા જેમ જેમ તૈયારી બતાવતાં થશે તમે તમે...
આ માર્ગ પસંદગી અને એમાં જીવન અને સ્થાન આપવા માટે કૃતજ્ઞ... પ્રભુ!
પ્રણામ...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬
Flower Name: Torenia fournieri
Wishbone flower, Bluewings
Significance: Krishna’s Play in Matter
Beauty, love and joy are His companions. A play that widens and makes us progress.
No comments:
Post a Comment