પ્રભુ,
તારું આ આભ રળિયાતું
મૂકે તારો કે ધૂમકેતુ
કશુંય નથી સ્પર્શવાનું
જો પલકથી જ હોય પહોંચવાનું...
કડીથી કડીને ખોલવાનું
મૂકે કોયડો કે વૈચારિકતંતું
કશુંય નથી બદલાવવાનું
જો સમજ પુરતું જ ઊકલવાનું...
ત્રિવિધ સત્તનું ભરણું
મૂકે જ્ઞાન કે કૃપાતરણું
કશુંય નથી વેગવંતું
જો શબ્દોમાં મૂકી પતાવવાનું...
ધરતીએ ટકવું, તવ ચીંધ્યું
મૂકે સુખ કે બીજું ટોપલું
કશુંય નથી ઊંચકવાનું
જો ચરણકમળ મહીં ઊછરવાનું...
દિવ્યનું અદીઠ ઠેકાણું
મૂકે આ ભવે કે પછી આવતું
કશુંય નથી પરિવર્તનનું
જો 'મોરલી' અવગણીને જીવવાનું...
ઘણું બધું શક્ય છે પણ ઠોસ થવું જરૂરી છે. છૂટુંછવાયું કે વિભાગ પૂરતું નહીં પણ સર્વાંગી અને સંપૂર્ણ.. ત્યારે જ યોગ્ય અને પૂર્ણ કહેવાય.
નજર જૂએ પણ સમજ ન આવે...
સમજ આવે પણ વલણ ન આવે...
વલણ ઈચ્છે પણ વર્તનમાં ન આવે...
વર્તન બને પણ કાયમી વ્યવહારમાં ન આવે...
સમજ આવે પણ વલણ ન આવે...
વલણ ઈચ્છે પણ વર્તનમાં ન આવે...
વર્તન બને પણ કાયમી વ્યવહારમાં ન આવે...
તો, મળેલાં સંસાધનો અને જોગવાઈઓનું શું કરી શકાય?
જે તે સંદર્ભ સાથે ઊપયોગમાં લેવા કે, અમલીકરણ માટે પણ સમર્થ હોવું જરૂરી છે.
જ્યાં જ્ઞાનમાં અટકાવ છે ત્યાં એ રૂપ બદલે છે. સ્થગિત જ્ઞાન એનાં હોવાપણાને વરવું બનાવે છે.
મર્યાદિત અમલ, શીખ અને શક્યતાઓમાં મર્યાદિત હોય છે.
ક્ષમતા અને સંભાવના અમલીકરણને આધારિત હોય છે પછી જ એનું તથ્ય સુનિશ્ચિત થાય છે.
ફક્ત સમજમાં પુરાયેલું વ્યક્તિત્વ, એવાં થોર જેવું હોય છે જે પોતાનાં જ કાંટાથી જખમી છે. સમર્થતા ત્યાં સૂકાઈ ગઈ હોય છે. ત્યાં રુક્ષતાને પોતાનો જ બોજો હોય છે.
મર્મ, કર્મ, ધર્મ અને આધ્યાત્મ ક્રિયાથી જ અસ્તિત્વમાં છે. અમલથી જ શોધ છે ને જોશ છે.
અખત્યાર નથી, ત્યાં ગતિનો દુષ્કાળ છે.
સમજની સફળતા કરતાં પ્રયત્નની હાર વધુ દળદાર હોય છે.
મનુષ્યનું અસ્તિત્વ એટલે જ છે...
અહીંથી જ એની ભૂમિકા શરૂ થાય છે...
આ જ તો ફરક છે... જે જીવન બન્યો છે અને એટલે પૂર્ણપણે નિભાવવાનો છે...
અહીંથી જ એની ભૂમિકા શરૂ થાય છે...
આ જ તો ફરક છે... જે જીવન બન્યો છે અને એટલે પૂર્ણપણે નિભાવવાનો છે...
એટલે અગત્યનું છે કે,
માર્ચ, ૨૦૧૪ પ્રકાશિત વ્યક્તવ્યમાંથી...
'ક્ષણને સંપૂર્ણ આપી છૂટી જાઓ!
...
...
અત્યારે તો ના ગુમાવો પળ ને છૂટવાને બદલે
લઈ ફરોએ ભાવિનો બિનજરૂરી ભાર ને વણદીઠો આભાસ…'
...
...
અત્યારે તો ના ગુમાવો પળ ને છૂટવાને બદલે
લઈ ફરોએ ભાવિનો બિનજરૂરી ભાર ને વણદીઠો આભાસ…'
*માર્ચ, ૨૦૧૪
પ્રણામ...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬
નવેમ્બર, ૨૦૧૬
Flower Name: Callistephus chinensis
China aster
Significance: Transparency in the Physical
The physical is preparing itself to be transformed.
China aster
Significance: Transparency in the Physical
The physical is preparing itself to be transformed.
No comments:
Post a Comment