Saturday, 5 November 2016

માધવને કહો...


માધવને કહો મોરલીને સાંભરે! 
વિસરાઈ નથીને ક્યાંયે? 
છેડે મોરપીંચ્છ લહેરાઈને થાકે, 
એનેય ભૂલ્યાં છો ક્યાંકે?

છિદ્રો સૂનાં ને તવ અંગૂલી આભાસે. 
ક્યાંક મૂકી નથી ને વચાળે? 
સૂરો ભર્યાં'તા તવ શ્વાસે, કણેકણે. 
ગેરહાજરીએ સૂનકાર વ્યાપે...

મધુરપની આદત મૂકી ભારે, 
ધરે અધરે જયારે જ્યારે. 
સંગ વ્યસન, વ્યસની સંનિધિ જે
માધવ'મોરલી' એકમેવ હૈયે...


અહો, વ્રજભૂમિની સંભળાતી વાંસળી!
લાગે હું ગોપી! થઈ ચાલી બાવરી!

સતત કર્ણે મધુરી,સુરીલી, સુંવાળી.
લાગે હું રાધા! થઈ ગોવિંદ સંગાથી!

લય, રાગમાં પ્રભુલીલા પીંછાણી.
લાગે હું મીરાં! થઈ શ્યામ દિવાની!

સૃષ્ટિ દિસે મોરપિંચ્છ સજી રળિયામણી.
‘મોરલી’ હું પ્રેમમયી! શ્રીકૃષ્ણ પ્યારી…
*ફેબ્રુઆરી, ૨૦૧૫

કનૈયો દે વણમાગ્યું દાન,

તાંદુલ પોટલીમાં જીવન પ્રદાન!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજને કરે યાદ…
હું મસ્ત…મુજને કરે યાદ…

આ જીવન ક્યાંથી કાચું-કચવાટ,

જે, શ્યામ દિધેલ, ભેટસોગાદ!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજ  જીવનનિર્ધાર…
હું મસ્ત…મુજને કરે યાદ…

રોમરોમ સ્મરણ, પોકાર,

જ્યાં ગોવિંદ કામ ઉર મુકામ!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજ ચૈતન્યપ્રકાશ…
હું મસ્ત…મુજને કરે યાદ…

કર્ણે ઊત્કૃષ્ટ સૂર સંધાન,

પ્રિય મુજને, મધુર કૃષ્ણગાન!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન સંભળાવે ‘મોરલી’ રાગ…
હું મસ્ત…મુજને કરે યાદ…
*જાન્યુઆરી, ૨૦૧૫

રોમ રોમ, ભરે તેજ પ્રકાશ, તું,! 
શ્યામ તમ સમીપ, ઓજસ હું પિછાણું!
પળ પળ અકળ, સાથ સખા તું!
શ્યામ  તમ સમીપ, મધુર વરતાતું!

કણ કણ સઘન, સંગીત સધાતું, 
શ્યામ તમ સમીપ, સુરીલું સુંવાળું!  
જણ-જીવ-જીવન,આવિષ્કાર તું!
શ્યામ  તમ સમીપ,સઘળું અજવાળું!

દિન દિન નવીન! નીત અવસર તું!
શ્યામ તમ સમીપ, નવલું અજમાતું! 
ભવ મમ અમુલ્ય, ભેટ ઊપહાર તું!
શ્યામ તમ સમીપ, અનંત ઊતરતું!

શ્યામ…  સમીપ ઊજાસ હું માણું! 
શ્યામ…  સમીપ શ્યામ શ્વસું-ઊચ્છ્વાસું!
શ્યામ…  સમીપ મને, હું જાણું!
શ્યામ…  'મોરલી'અન્યોન્ય સમાતું! 
*મે, ૨૦૧૫ 



માઘવ બ્રહ્માંડ કણકણમાં
પ્રેમ-ગુરુ-સખા જીવનલયમાં…

માધવ વસે મારાં હ્રદયમાં
જાણે ગોપી સંગ ખેલે વૃંદાવનમાં…

માધવ બિરાજે મારાં મનમંદિરમાં
જાણે પાર્થ સંગે રથસ્થ કુરુક્ષેત્રમાં…

માધવ મહાલે મારાં ખુશ-સુખમાં
માંડે ઉધ્ધવ સંગે જાણે ગોષ્ઠી ગોકુળમાં…

માધવ સદા મારાં શ્વાસ-ઉદ્ગારમાં
મધુર માણે ‘મોરલી’ રસ માધવ-યોગમાં…
*ફેબ્રુઆરી, ૨૦૧૫

ન જોટો કૃષ્ણ-ભક્તિનો,અદભૂત!
અનન્ય, ભિન્ન, પ્રેમી ઊત્કૃષ્ઠ!

સુદામો, એક જ ભક્ત અદ્વિતીય!

ન કોઈ બીજું નિર્ધન અતિમૂલ્ય!

મીરાં, એક જ ભક્ત અવિસ્મરણીય!

ન કોઈ બીજું વિષપાન અમૂલ્ય!

રાધા, એક જ ભક્ત ચિરસ્મરણીય!

ન કોઈ બીજું પ્રેમવિરહ તુલ્ય!

મારો કૃષ્ણ જાણે તીવ્ર ભક્તિ શુદ્ધ!

ન પામવું હવે એને કસોટી ઊતીર્ણ!

જાગવો ‘મોરલી’ પ્રભુપ્રેમ ઊરનો અતુલ્ય!

હોય માતૃ-પિતૃ કે મિત્ર-સખા સમરૂપ!
*ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૫

મારો કહાન ઊભો આંગણે
સૂર્યદેવનાં સપ્તશ્વો સંગે
સત્યપ્રદેશ જવાને...

આરૂઢ, હોઉં ખોળે એને
નિશ્ચિંત નીરવ એને સંગે
એક એક વિશેષ વીણવાને...

સ્ફૂરે, મળે એ ભેટ જાણે
ચૂંટું હું પણ એને સંગે
આતમ ટોપલી ભરવાને...

સૂર્યદેવને તેજ અજવાળે
ગગનથી યે ઊર્ધ્વે એને સંગે
નાનોશો ટુકડો ઊતારવાને...

લ્યો! આ આવ્યો 'મોરલી' બારણે
ઘેલી દોડી, કહાન દીઠે
ભૂલી બધુંય બસ! ભેટવાને...
*ઓગસ્ટ, ૨૦૧૬


પ્રણામ... 

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Salvia farinacea
Mealy sage, Mealy-cup sage
Significance: Krishna’s Light in the Overmind
The Overmind ready to be Divinised.

No comments:

Post a Comment