Thursday, 3 November 2016

સમયને કહી દો કે...


સમયને કહી દો કે નજરમાં રહે. 
ઊતરીને હ્રદય ઊડાનને ન રોકે. 

છે જ્યાં,  બે-ત્રણ કાંટા વચ્ચે રહે. 
ઊગવીને કાંટા, કાંટે ન ચકરાવે. 

ગતિ મળી છે, પદાર્થચક્રમાં રહે. 
વર્તુળ બની જીવનને ન ઘૂમાવે. 

માન્યો એક સમયે, માન્યતામાં રહે. 
જકડીને સ્વમાનનો કિસ્સો ન બનાવે.

છું પ્રમાણ જ્યાં, પૃથ્વીસ્તરમાં રહે. 
સ્ત્રોત બની,  ઢોંગનો ઢંઢેરો ન પીટે.

સન્માન દઉં છું જા! પળપળમાં રહે. 
ખેંચી-તાણીને બાર આંકમાં ન પૂરે.

'મોરલી' આભારી...


એ હકીકત છે કે સમયને કોઈ બાંધી ન શકે.
ન માણસ કે કુદરત...

પણ માણસ, સમયથી મુક્ત જરૂર થઈ શકે. જેમ સમયને કોઈ બાંધી ન શકે એમ સમય પણ માણસને ન બાંધી શકે.

જરૂર છે તો,
એના અસ્વીકારની...
એની સમાંતરે ચાલવાની...

સમય સમયે ચાલે ને માણસ, પોતાની ચાલે, ચાલે...
જોડાજોડ છતાં નિર્ભર નહીં.

સમય સમયનું કામ કરે, માણસને જુદી જુદી રીતે ગોઠવવા પ્રયત્ન કરે,  મોટાભાગનાં કોઈને કોઈક નેજા હેઠળ સમયના પ્રભુત્વને માન્યતા આપી દેતાં હોય છે. હા, અમુક સંજોગમાં એ ડહાપણ પણ ગણાય અને અમલમાં મૂકવું પણ યોગ્ય જ...

પણ દરેક પગલે એ ઓઠુ લેવું, શું?


તપાસવું તો રહ્યું જ... ક્યાંક એમાં જ સમાધાન, પલાયનવૃત્તિ, ડર, અનિશ્ચિતતા વગેરે તો નથી ઢંકાતું ને?



અંદરથી ખોખલું કરતું દરેક પગલું, ગતિને અવળી અસર આપી શકે... મૃત્યુ પછીની જ નહીં, જીવંત દરેક પણ ગતિમાં જ હોય છે.

સમય સાથે માણસને વિકાસ કરવાનો છે એમ સમયમાંથી નીકળીને પણ વિકસવા માટે બદ્ધ થવું જરૂરી છે. અને એ રીતે માણસે જિંદગીને, સમયને અને એ નિર્મિત ગતિને આપ્યે રાખવાનું છે,  કશાય સમીકરણો અને ગઠબંધનો વગર...

આવ્યું એટલું અને એટલે જ જીવવું... સંપૂર્ણ માણસ, જણ સાથે એટલે કે માણસ બની ને...

પછી,
સમય, સમય બળવાન...
અને
માણસ એથીયે વધુ... સમય-વાન...

પ્રણામ...

- મોરલી પંડ્યા
નવેમ્બર,  ૨૦૧

Flower Name :Primula, Primrose 

Significance: Growth
It will multiply and assert its right to be.

No comments:

Post a Comment