પ્રભુ શિરોધાર્ય છે
તવ આજ્ઞાપાલન, સ્વીકાર્ય છે.
તું જ અહી ત્યાં છે
સર્વત્રમાંનો 'તું', સ્વીકાર્ય છે.
રૂપ રંગ જુદા ઘાટ છે
વિવિધામાં વસતો, સ્વીકાર્ય છે.
જીવ સજીવ નિર્જીવ અજીવ
વર્ગીકરણમાં વહેંચાતો, સ્વીકાર્ય છે.
વ્યક્તિ પૃથ્વી બ્હ્માડ અનંત
સ્તર સ્ત્રોતમાં ફેલાયેલો, સ્વીકાર્ય છે.
સમજ નિશ્ચય વલણ કર્મ
વિલક્ષણ સ્વભાવનો 'તું', સ્વીકાર્ય છે.
દેહ-મન-મત-કરણ કારણ
'મોરલી' વસવાટે 'તું', સ્વીકાર્ય છે.
માનો તો પ્રભુ છે, નહીં તો માન્યતા નથી પણ પ્રભુ તો છે જ...
એના રાજમાં ભારે લોકશાહી છે, એનાં જ ઘડેલાં મનુષ્યો એને નકારી શકે અને છતાં પૂર્ણરૂપે વિકસી શકે!
અલબત્, દરેકનો માર્ગ તો એ જ નક્કી કરે. જુદા જુદા કંઈ કેટલાય... છતાં એણે મૂક્યા દરેક આગવા... ફરીફરીને એનાં જ ગંતવ્યસ્થાને લઈ જાય...
મનુષ્ય તો બધાં કંઈક રૂપો, જન્મો જીવી લેતો હોય... એને વહેંચી વહેંચી ને વિકસાવે એટલે કોઈ પોતાનો કક્કો સાબિત ન કરી શકે...
વિકાસ જરૂર આપે...
એક તત્વથી બીજું...
એક કોષ ને બીજું...
એક ભાવથી બીજું...
એક જ્ઞાનથી બીજું...
એક જાતથી બીજી...
અવિરત...
હિસાબ એનો, અંક એનાં,
ગણિત એનું, ગણતરી એની,
બંને પક્ષ એનાં, તટસ્થ દ્રષ્ટિ પણ એની જ...
હિસાબ એનો, અંક એનાં,
ગણિત એનું, ગણતરી એની,
બંને પક્ષ એનાં, તટસ્થ દ્રષ્ટિ પણ એની જ...
અસ્વીકાર છે તો એ ગતિ છે, ચેતનાની જે તે સ્તરની ઓળખ છે, જે તે મનુષ્યની નહીં...
ફરક એટલો કે એણે પ્રભુને બદલે એ ચેતનાને સ્વીકારી છે...
પ્રણામ પ્રભુ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Commelina
Widow's tears, Dayflower
Significance: First Conscious Reception of the Light in Nature
The origin or starting-point of the will to progress. Nature has an instinctive thirst for Light.
Widow's tears, Dayflower
Significance: First Conscious Reception of the Light in Nature
The origin or starting-point of the will to progress. Nature has an instinctive thirst for Light.
No comments:
Post a Comment