આતમરથે જો કૃષ્ણ બિરાજે,
અસ્તિત્વ-મયૂર થનગન નાચે.
મનૌક્ષિણી સેનાને હરાવે.
મનોરથને નવ રાહ બતાવે.
પડછંદ સ્વનું ભાન કરાવે.
જગં નહીં અહંકાર હંફાવે.
સાતેયકોઠે ચક્રશુદ્ધિ લાવે.
ગાંઠ દરેક, વેદીએ ઓગળાવે.
મિત્ર માન્યે, અર્જુન બનાવે.
પોકાર દીધે, પરચો બતાવે.
'મોરલી' મધુર હ્રદયે સુણાવે.
રોમે રોમે મોરપિંછ ધરાવે.
શ્રીકૃષ્ણ...
નામ, રૂપ જૂજવાં...
પ્રચંડ, દેદિપ્યમાન અસ્તિત્વ અને ચેતના.
બાળ સ્વરૂપથી વયસ્ક...
ભોગથી ભક્તિ...
યોગીથી પંથી...
નિરવતા થી વેદ...
તમસથી આશ્રિત...
મનુષ્યહૈયેથી અવતારરૂપ...
ભોગથી ભક્તિ...
યોગીથી પંથી...
નિરવતા થી વેદ...
તમસથી આશ્રિત...
મનુષ્યહૈયેથી અવતારરૂપ...
સર્વે અને સંદર્ભે કૃષ્ણ બેઠાં છે.
કંઈ કેટલાય વિચારે, પ્રભાવે, વર્તને લોક હૈયે સદીઓથી બિરાજમાન...
ફલક પણ કેટલો વિશાળ!
શું નથી જેમાં કૃષ્ણછાંટ ન મળી શકે?
જો ક્ષમતા અને કૃપા હોય તો સાક્ષાત્કાર પણ મળી આવે!
કંઈ કેટલાય વિચારે, પ્રભાવે, વર્તને લોક હૈયે સદીઓથી બિરાજમાન...
ફલક પણ કેટલો વિશાળ!
શું નથી જેમાં કૃષ્ણછાંટ ન મળી શકે?
જો ક્ષમતા અને કૃપા હોય તો સાક્ષાત્કાર પણ મળી આવે!
પણ શ્રીકૃષ્ણની ભેટ ક્યાં એટલી સહેલી છે?
સમગ્રતાની કઈ ટોચે બિરાજમાન છે કે માણસે પહોંચવાનું છે?
સમગ્રતાની કઈ ટોચે બિરાજમાન છે કે માણસે પહોંચવાનું છે?
પહોંચવાનું જરૂર છે પણ શ્રીકૃષ્ણને મળવા, એની જ સાથે...
એના જ કણકણનાં પગેરાં લેતાં લેતાં એને જ શોધી કાઢવાના છે. હકીકતમાં એ ચેતનાને ભીતરે જીવતી કરવાની છે.
"કૃષ્ણ બધે જ છે" એવા અભિગમ કે માન્યતાની વાત નથી, એ સતને એનાં સાતત્ય સાથે જીવીત કરવાની વાત છે. એ સુવર્ણતાને જીવનમાં ઝળહળતી અનુભવવાની, એ દ્વારા મનુષ્ય કર્તવ્યકર્મો મૂકવાની વાત છે.
દેવ સ્વરૂપો અને શક્તિસ્વરૂપોની જીવંત ચેતનાઓ મળી આવતી હોય છે અને સંગાથી બની રહે છે. સંનિધિ એ એક અગત્યનો પડાવ છે અને એ સાથે જ રહે છે. એ છૂટતો નથી પણ એ માર્ગદર્શક બને છે. રક્ષણ અને ક્ષમતા બક્ષે છે.
પૂર્ણયોગની સફર કંઈ કોઈ સિદ્ધિમાં અટકતી નથી પણ સિદ્ધસ્થ શ્વસવામાં છે.
અત્યંત સહજ મનુષ્ય અને છતાં અદમ્ય પ્રભુ-દિવ્યત્વ-ચૈતન્ય-સમત્વ સાથે...
અત્યંત સહજ મનુષ્ય અને છતાં અદમ્ય પ્રભુ-દિવ્યત્વ-ચૈતન્ય-સમત્વ સાથે...
પ્રભુકૃપા જ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬
નવેમ્બર, ૨૦૧૬
Flower Name: Ecbolium linneanum
Significance: Influence in the Subconscient
The best way to be above all contingencies.
Significance: Influence in the Subconscient
The best way to be above all contingencies.
No comments:
Post a Comment