ચૈત્ય ખુલે, સમર્પણ પરિણામ.
હાજરી સંનિધિ ચૈત્ય પ્રમાણ.
ગતિ કરે ચૈત્ય અંશ સભાન.
ચૈત્યપુરુષ ધરે સમગ્ર સુકાન.
ચૈત્યતત્વ સક્રિય સમાન.
ઊતરે મહીં, કણ-મન-પ્રાણ.
રૂપાંતર અલભ્ય મહાન.
આરંભે એક એક સંધાન.
પામે મનુષ્ય નવીન સ્થાન.
અર્પિત સઘળું દે પુષ્પ પલાશ.
મનસ ચૈત્ય, ચૈત્યપ્રાણ,
ચૈત્યદેહ બને દિવ્ય આધાર.
પ્રભુ કેરું, પ્રભુ થકી પ્રભુકામ,
પ્રભુ જ માંડે, પ્રભુ ભોગ-પ્રસાદ.
માનવતત્વ 'મોરલી' સદંતર સાફ
ભલો ભોગી, જીવે દિવ્ય કાજ.
આધ્યાત્મ કહે છે કે જે ભોગી છે એ તામસિક છે. ભોગ એ જડત્વની નિશાની છે. એ મનુષ્યગતિ-મતિને અવળી દોરે છે. વિનાશ નોતરે છે.
પૂર્ણયોગમાં ભોગનો જ્યારે પ્રભુચરણે ભોગ ચડે છે પછી શુદ્ધિમાં મુક્તિ મળે છે. એ મુક્તિ જો અર્પિત થાય અને પ્રભુકરુણાને પાત્ર, પાત્ર થાય તો ભુક્તિની ભેટ મળે. જે એક પછી એક પ્રભુકાર્યો હાથ ધરે છે. સર્વે સંગે સંકળાયેલને કૃપાનો ભાગ મળે છે.
સ્વરૂપમાંની ચૈત્યહાજરી ખૂલે પછી દરેક ભાગને સાચાં પ્રભુભોગી થતાં શીખવે છે અને
" પ્રભુ કેરું, પ્રભુ થકી પ્રભુકામ,
પ્રભુ જ માંડે, પ્રભુ ભોગ-પ્રસાદ."
ચૈત્યપુરૂષ વિશે પ્રગટ થયેલું વ્યક્તવ્ય...એની સમજ, સ્વભાવ અને અસરો દર્શાવતું...
ચૈત્યપુરુષ જ્યારે સમગ્ર લઈ ચાલે,
તસુ યે ન ઊણું રાખે, સ્વરુપને જગાડે.
અંધકાર બળો સ્થૂળને લપેટવા આવે,
સાબદુ તંત્ર કરાવે સજાગ બળે ભગાવે.
જરા અમથું વિપરીત દુરથી ચમકાવે,
અવિચલીત રાખી નરી આંખે બતાવે.
સૂકી-રણ લાગણીને વળતી ગતિ આપે,
ઊષ્માભર્યું સંવેદન સતત જીવતું રાખે.
ભમતા નિષ્ઠોર મન વલણો અટકાવે,
લચીલાં અભિગમો પળમાં ઓગાળે.
બાહ્ય મૂર્ત પ્રભાવોને સમતામાં મૂકાવે,
હ્રદયભરી દિવ્ય હાજરીનું દર્પણ બનાવે.
કરુણા પ્રવાહમાં બધું જ વંદનમાં વહાવે,
'મોરલી' કૃતજ્ઞતા, સૌંદર્ય, આનંદ જ જીવાડે.
*જુલાઈ ૨૦, ૨૦૧૫
પ્રણામ...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬
Flower Name: Hippeastrum
Amaryllis, Knight's star lily, Barbados lily
Significance: Integral Conversion with the Help of the Psychic
Sweetness mingles with resolution.
No comments:
Post a Comment