હે માનવી, તું હિંમત કરી લે
મન ગઢને હરાવી, જીતી લે
બ્રહ્મદ્વારે તો આવ,
એકાગ્ર સ્થિતીમાં ભેદી લે...
... હે માનવી, તું...
હે માનવી, તું ચાખી લે
પ્રાણપ્રકૃતિને પારખી લે
પરાસ્ત તો પામ,
ક્યાં તો મૂળેથી ખેંચી લે...
... હે માનવી, તું...
હે માનવી, તું અહં ભ્રમી લે
આભાસ પ્રદેશમાં વસી લે
ભ્રામક શિખર તો પહોંચ,
ખોખલાં ઘડતરને તપાસી લે...
... હે માનવી, તું...
હે માનવી, લે આટઆટલાં પાસે
તારી સ્થિતીને પારખી લે
પછડાતાં પહેલાં એકવાર,
આતમ માર્ગે ચાલી લે...
... હે માનવી, તું...
અહં, ઈચ્છા, જિજીવિષા, અજંપ, વિચાર, વગેરે વાહકો છે, મનુષ્ય જીવનને ગતિમાન રાખવાનાં... બહુ પ્રચલિત અને સ્વીકાર્ય છે આ વલણ ને રીત...
પ્રાણતત્વોને પકડી રાખવા, ટકાવી રાખવા, અને સ્વને આત્મસ્થ ન થવા દેવા માટે મનોવલણથી કળને બળ આપવાની રણનીતિ પ્રવર્તમાન છે...
પૌરાણીક અને ધાર્મિક સાહિત્યોમાં આત્મગત જીવનશૈલી દુઃખ, દર્દ અને વિશાદ ભરેલી દર્શાવેલ છે.
જરૂર, એ સમયની ખુલતી આધ્યાત્મિક ગતિ એ હશે અને એટલે વર્ણવી હોય. પણ શું સમય સાથે નવો નવો સમય નથી ખૂલતો?
સમય સાથે ઘણું બદલાય છે, પેઢીઓ આવે ને જાય છે, વિજ્ઞાન અને ઈતિહાસ પણ નવાં સુધારાં આપતાં હોય છે.
આધ્યાત્મ જાણ્યે-અજાણ્યે દર જણ જીવી રહ્યો છે. સભાનપણે આધ્યાત્મિકતા અપનાવીને અને એટલી જ અસરકારક રીતે, આધ્યાત્મિક ન થવાનું નક્કી કરીને...
કદાચ દરેક માટે હવે વૈરાગ અને ત્યાગ જ નિર્મિત પ્રગતિ માર્ગો નથી.
આ હકીકત સહુથી પહેલાં શ્રી અરવિંદને અનુભૂતિમાં ઊતરી આવી, સમસ્ત વિશ્વને સમજાવવા અને એ રીતે જીવનને ગતિમાં મૂકવા માટે...
એ અમૂલ્ય ભેટ જે જે તૈયાર આત્મજીવોએ જીવવાનું શરુ કર્યું, એમને સમજાયું, અવતરણમાં જીવન તરણ માણ્યું.
સ્વને સ્વભાવ તત્વોથી જુદું પાડી ઊર્ધ્વસ્તરોની સફર અને એની સાથેની લેવટદેવડ અહીં આ મનુષ્યજીવનમાં શક્ય બની, બની રહી છે, આગળ વધુ અસરકારક રીતે સહજતાથી બનશે પણ...
પરમની અપાર દ્રષ્ટિ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Clivia miniata
Kaffir lily
Significance: Conversion of the Aim of Life from the Ego to the Divine
Instead of seeking one’s own satisfaction, to have service of the Divine as the aim of life.
Some give their soul to the Divine, some their life, some offer their work, some their money. A few consecrate all of themselves and all they have — soul, life, work, wealth; these are the true children of God.

No comments:
Post a Comment