Monday, 28 November 2016

ઊંચું ઊણું...



ઊંચું ઊણું કર્ણે પડ્યું
જાય તારાં ખાતામાં 
મારે તો તારી કૃપા
બધું જ, એથી જ પનારામાં...

વિશેષ-શેષ જે ઝીલ્યું
થાય તારાં વધામણાં 
મારે તો તારી આગતા
બધું જ, એથી જ સ્વાગતા...

વધ-ઘટ, જે કંઈ લાગ્યું
ઘાટ તારાં ને ઘડામણાં
મારે તો તારી પ્રથા
બધું જ, એથી જ યથા-તથા...

વિધી-વિગત, જે રહેવું
તારી ગતિ ને ચકરાવા 
મારે તો તારી દ્વારા
બધું જ, એથી જ નિરવતા...

સ્થિતિ-દિતિ જે જીવવું
તારી મરજી ને પ્રભૂતા 
મારે તો તારી જ આસ્થા
બધું જ, એથી જ 'મોરલી' અવસ્થા ...


સોંપ્યું પછી ક્યાં જોવાનું? 
આગળ, પાછળ, ઊપર, નીચે... 
ક્યાંય નહીં... 

એ મદાર જ ખેંચી લાવે, ભલભલું પુરતું... સાયુજ્ય અને સામનજસ્યનાં અવસરો ન હોય એ ચાલતો ક્રમ હોય એટલે સતત એમાં જીવવાની ગતિ અને વિધી... 

લખલૂટ સ્વીકાર, 
ભરપૂર આવકાર અને 
સંતુષ્ટ આધાર... 

આ ત્રણ પાયાની હકીકતો અને મિનારો પણ એ જ! 

એથી જ સર્વ અને સર્વમાં એ જ... 

કૃતજ્ઞતાનો સ્વાદ જ અનેરો છે. એક વાર ચસ્કો લાગે, આત્માના સાંભર્યે... 
પછી અત્યંત આભારી જ રહી શકાય... 

એ જ સભાનતા ને એ જ સંધાન, 
એ જ સાથ ને એ જ સ્વ-ભાવ... 



હું, તું, આ કે પેલું ક્યાં? 
કોની મરજી ને કોની સ્થિતી ક્યાં? 
બધુંય મૂક્યાની જ આભા. 
અરસપરસની સભાન આસ્થા. 
દિવ્યતાને પણ માનવતાનાં પારખાં પૂરાં જોઈતાં હોય છે. 
એ બાહેંધરી વગર થોડી ધરપત મોકલે! 

પછી આલોચના, નીંદા કે ગુણગાન પણ તો દીધેલાં... 
એનાં ભાર કે હારતોરા યે વહેંચાતા... 

ને એટલે જ, 
ચાતક તો હંમેશાં પિપાસુ... 
ક્યાં કોઈ જમાઉધાર પાસું... 

પ્રભુ... પ્રભુ... 

પ્રણામ... 

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Gazania, Treasure flower
Significance:Seeking for Clarity
Likes to say clearly what it says.
Never seek support elsewhere than in the Divine. Never seek satisfaction elsewhere than in the Divine. Never seek the satisfaction of your needs in anyone else than the Divine — never, for anything at all. All your needs can be satisfied only by the Divine. All your weaknesses can be borne and healed only by the Divine. He alone is capable of giving you what you need in everything, always.

No comments:

Post a Comment