Wednesday, 4 January 2017

1100th...ધન્ય પ્રભુ આવી ક્ષણો...



ધન્ય પ્રભુ આવી ક્ષણો આપી
સુક્ષ્મ ઘણી પણ સક્ષમ આપી
સમજ સરખી ખૂંપી આપી 
જીવનદ્વારની જાણે કૂંચી આપી...

તન-બુદ્ધિને જવાબદારી આપી 
મન-હ્રદયે સ્વસ્થ-સમતા આપી
પ્રભુકાર્યની સાધના આપી 
જીવનગહને મુક્તિ આપી...

સહ્રદયી ને સંસ્કારી આપી
જીવને જીવતરે વૃદ્ધિ આપી
તકમાં દર પલટાવી આપી 
ઊત્કૃષ્ટ 'મોરલી' ખેપ આપી...


ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!
આમ આ નવજીવન પામી

પૃથ્વી પર એક લટાર આવી
તવ હાજરીભર હ્રદય ધબકાવી
પળપળ તુજ ચરણે સમાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

ભીતર વહેતો દરિયો પીછાણી
મનઊર્ધ્વેથી અસ્ખલિત વહાવી

ખરી કરુણાનો સ્વાદ ચખાવી
પળપળ તુજ ચરણે ધરાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આવા પાલ્યને ખોળે જન્માવી

ભાંડુ, સાથી, દિવ્યબાળો સથવારી
આ વ્યક્તિને તેં તારી સ્વીકારી
પળપળ તુજ ચરણે ઊજાળી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આભારી બસ! મસ્ત પ્રવાસી

ક્ષણક્ષણ દિપે તવ સ્તુતિ માંહી
કૃતજ્ઞી 'મોરલી' ધન્યભાગ્ય-ઘડી
પળપળ તુજ ચરણે વહાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!
*ઓક્ટોબર, ૨૦૧૫




આભાર પ્રભુ...

પ્રણામ...


- મોરલી પંડ્યા  
જાન્યુઆરી, ૨૦૧૭

Flower Name: Mereremia tubero, Wood rose, Yellow morning glory, Spanish woodbine, Hawaiian wood rose 
Significance: Mental Gratitude
The gratefulness of the mind for what makes it progress.

No comments:

Post a Comment