Tuesday, 17 January 2017

જબરું તારું સંવર્ધન...


જબરું તારું સંવર્ધન છે,
તરણું-તરણું અર્પણ છે.
વિશ્વ છતાં અલાયદું છે.
અગમ પેચીદું પાનું છે.
જબરું તારું...

આજ નહીં અનંતનું છે.
વાતે વાતે ચડિયાતું છે.
વિષયે વિષયે ન્યારું છે.
પ્રત્યેક મુદ્દે રણકતું છે.
જબરું તારું...

ઊત્કર્ષ ને ઊજળતું છે.
પામો તેનું પોબારું છે.
સમર્પિતને સહિયારું છે.
'મોરલી' મળ્યું અમુલું છે.
જબરું તારું...


સંવર્ધન એટલે 
માવજત...ઊછેર...વિકાસ...
દરકારથી વૃદ્ધિ સુધી લઈ જવું...

આમ તો સમસ્ત સર્વેસર્વનું જ છે છતાં સભાન થઈને ધ્યાન સાથે એ અનુભૂતિ મેળવવી. 

જ્ઞાન, સમજ અને ભાવ સાથે એ સ્વીકારાવી અને એ સમજમાં જીવવું...
એની જ મસ્તીમાં...

બધાંજ સંજોગો, સંબંધો, સામાજિક સમજો, વ્યવહારો, સમીકરણોથી એ વિશેષ, એ પૃષ્ઠભૂને પ્રાધાન્ય આપવું, વ્યક્તિની અંદરથી આપોઆપ નીકળવું, સહજતામાં અમલી બનતું રહેવું. 


વ્યક્તિગત વિશ્વનો હિસ્સો બનવું. 
પછી એ જ વિશ્વ ને એ જ દ્રષ્ટિ બની જવું ને,
એમાં રમમાણ...
એની જ મોજ...

હરિનો હાથ જાણે... 
અને, 
એ જ એની મૂડી...
એથી જ એ ધનવાન...

આભાર પ્રભુ...

પ્રણામ..

- મોરલી પંડ્યા 
જાન્યુઆરી, ૨૦૧૭

Flower Name: Primula, Primrose
Significance: Growth
It will multiply and assert its right to be.

No comments:

Post a Comment