પળ પળ તું ને તું જ પહરેદાર,
નિરવ શાંતિ! ફક્ત તારો સંચાર...
ખુલતી દર કડી, તારો જવાબ,
પ્રગટ ગતિ! ફક્ત તારો પ્રતાપ...
ઊકલતી ગડી, તારો દોરીસંચાર,
અર્પિત વ્યક્તિત્વ! ફક્ત તારે કાજ...
સહજતું દર કાર્ય, તારો પ્રભાવ,
ચૈત્ય ઘડતર! ફક્ત તારો સહવાસ...
ચિત્ત-ચેન આત્મને, તારો વિકાસ
'મોરલી' તૃપ્ત આજીવન! તારો ઓડકાર...
સમર્પણ સંપૂર્ણ તયારે થાય જયારે પ્રભુ સ્વીકારે અને કૃપા ગ્રહણ કરાવે...
કૃપા હોય જ છે, ચારે બાજુ અને અવિરત...
પણ એની દ્રષ્ટિ અને ગ્રહણ કરતો આધાર, બધું પછી મળી આવે...
આવતું જાય અને સમજાતું જાય...
પછી સ્વપ્રયત્ન કયાં...અરે! પ્રયત્ન જ ક્યાં અને સ્વ જ ક્યાં?
એની જ મજા છે, ખરાં ખરાં આનંદની અનુભૂતિ અહીંથી જ શરૂ થાય છે.
તન, મન, મતિ, પ્રાણ બધુંય મસ્ત ને એ મસ્તિનું વ્યસન...
એ વ્યસનની એવી સભાનતા પણ નહીં ...છતાં આ બધું સંધાનમાં...
સજાગ સંનિધિની જાગ્રતતા...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name: Bougainvillea 'Mary Palmer'
Significance: Manifold Protection
A protection working not only on life as a whole but in each of its details.
No comments:
Post a Comment