Friday, 27 January 2017

હે મનુષ્ય...


હે મનુષ્ય, 

તારાં ગમા-અણગમાની ઊપર છે પ્રભુ,
તારાં પારખાં નખરાંથી કંઈયે વધુ છે પ્રભુ,

તારાં વાંધા વચકાથી વિશેષ છે પ્રભુ,
તારાં તર્ક સારથી એ ઊત્તમ છે પ્રભુ,

તારાં વિચાર ઈરાદાથી આગળ છે પ્રભુ,
તારાં માન્યતા માનતાથી સશક્ત છે પ્રભુ,

તારાં ઈષ્ટ શિસ્તથી મજબૂત છે પ્રભુ,
તારાં નેક ટેકથી બળવત્તર છે પ્રભુ,

તું જે કંઈ છે, કરે છે એનાં માવતર છે પ્રભુ,
તારી સમજ કદરનાં જણનાર છે પ્રભુ,

ફકત નમી શકે, આપેલા પનામાં રહીને તું.
પડકાર ફેંકતા પહેલાં, પ્રભુ તો બની જો તું...

'મોરલી' શત શત નમન પ્રભુ ...


કહે છે કે કિનારે બેસીને તો કોઈપણ વહાવને વખોડી કે વખાણી શકે, ખરી સમજ અને અનુભવ તો જે વહેણમાં વહી જુએ એને જ ખબર પડે. 

પાણીનાં વહેણમાંથી પાર નીકળવા માટે પાણી થવું પડે છે. એની જેમ લચીલા અને વહેતા રહી વહી જવું પડે છે. ગમે તેવી, તેટલી જગા અને અંતરાયોની આજુબાજુ, ઊપરનીચેથી થઈને પ્રવાહી બન્યા રહેવું પડે છે.

પાણીનો સ્વભાવ અંગીકાર કરે તેને જ પાણીની જેમ પડતા આવડે. ક્યારેક ધોધ થઈને પછડાવું પડે અથવા તો એ ક્ષમતાને ધીરજ ધરાવી નીકની જેમ સરકી જવું પડે. 

મૂળે, 
બસ વહેતા રહેવું...
પાણી બનતા રહેવું...

જરૂરે ભીંજવતા રહેવું અને કોઈને લાગતી બિનજરૂરી ભીનાશની અવગણનાને દરકાર સાથે અવગણતા રહેવું.


પોતે વિકસીત થવું હજી કંઈક સહેલું છે પણ અન્યને વિકાસમાં મૂકવું, પૂર્ણ અવકાશ સાથે...અને એ સભાનતા સાથે કે એ અવકાશની સમજ, હજી નથી. બધું જ ઊછેરવાનું છે, કોઈ વિશ્લેષણ કે વિભાવ વગર...ફક્ત એ પ્રગતિની શક્યતાને ધ્યાનમાં રાખીને આપ્યે જવાનું છે.

પોતાને પક્ષે ધરેલી ધીરજમાં અન્યનો અવસર જોવો અને એ અવસર સમયે એ જ નિષ્ઠાથી એને સહકાર આપવો, ઊગવા માટે...

આમ, કદાચ, વારંવાર અને અનેકોવાર અને છતાં એ અકબંધ ઊછેરભાવ...

વાહ, પ્રભુ...શત શત નમન...

પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧

Flower Name: Cerodendrum indicum, Tubeflower, Turk's-turban
Significance: Divine Will acting in the Sunconscient 
The rare moments when the Divine asserts Himself visibly.

No comments:

Post a Comment