નિત નત સ્મરણ
હું તો એમ મગન...
દર ડગ તવ ચરણ
હું તો એમ સહજ...
રક્ષિત અકળ કવચ
હું તો એમ સબળ...
અંતર સંનિધિ સઘન
હું તો એમ શરણ...
વાક પ્રગટ અવતરણ
હું તો એમ તરસ...
'મોરલી' મસ્ત મૌજ હરિકર
હું તો એમ ધનવંત...
દિવ્ય સ્મરણ...
નિરંતર...નિર્વિરોધ...નિઃશબ્દ...
એક કૃપામય અવસ્થા...
પ્રભુ ઝાલે હાથ પછી એ હરિનો હાથ અને હાથ હરિમય...
હરિનાં સાદે જ ઊપડે...
આંતર-બાહય વાતાવરણ પ્રભુમય ને પ્રભુ પણ સાનિધ્યગ્રસ્ત...
એ પ્રભુ દીધી મોજ,
હઠીલી...અડીખમ ને અમીરી...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name: Clarkia unguiculata, Farewell to spring, Godetia
Significance: Glad Remembrance
In activity and in silence, in taking and in giving, always the glad remembrance of Thee.
No comments:
Post a Comment