સૌંદર્યનો આધાર સ્મિત
દવા અને દૂઆ સ્મિત
સહજ અને સૂચક સ્મિત
વાતેવાતે નોખું સ્મિત
વેરાતું તે સાચું સ્મિત
સંદેહે વંકાતું સ્મિત
પ્રેમપરખનું પારખું સ્મિત
માતપ્રેમે વહાલું સ્મિત
પ્રેમી છોડે મારકણું સ્મિત
નિર્દોષબાળ નિર્દોષ સ્મિત
યૌવને છલકાતું સ્મિત
વૃદ્ધવયે શાણું સ્મિત
આત્માનું અદકેરું સ્મિત
સ્વસ્થ સ્વાસ્થ્ય સ્મિત
'મોરલી' અસ્મિતા સ્મિત...
સ્મિત એ ચહેરાનું ઘરેણું છે. સસ્મિત મુખ હંમેશાં શોભી ઊઠે. વાચાળ લાગે, બોલકું...!
સ્મિત જ્યારે ઊતરી આવે ને સ્મિતમય જગ કરાવે ત્યારે, સર્વસ્વ સ્મિત બની જાય.
સ્મિતનો સાચો અર્થ સમજાય.
સ્મિતમાં ખીલતો સમય દેખાય.
દરેક ભાવમાં સ્મિતનો પ્રભાવ સમજાય.
સ્મિતનું યોગદાન ઊકેલાય.
સ્મિતથી જ સ્મિતનું યથગાન સંભળાય.
દરેકમાં પ્રભુ દર્શન થવા અથવા દરેકમાં સ્મિત દેખાવા કે દરેકથી સ્મિત ઝલકવા - એ બધી કદાચ એક જ ભાવમાંથી ઊપજતી અવસ્થાઓ હશે.
કશુંક જોયાનું સ્મિત, કશુંક સમજાયાનું સ્મિત, કશું જતું કર્યાનું સ્મિત, કશુંક આપ્યાનું - અર્પણ કર્યાનું સ્મિત...એ બધું જ વળી, અસ્તિત્વને કેટલું ભરી દે છે.
સંદર્ભ, સ્ત્રોત, સંજોગ, સાથ, સમજ, સમય કોઈ પણ હોય આ સ્મિત-સુશોભન ધરી રાખવામાં સુખ છે. પ્રસંગ ગમે તે હોય, જો આ શણગાર વ્યક્તિનો હોય તો બધું જ શોભી ઊઠે...
આ સ્મિત જ છે કે જે બીજા સ્મિતને ઓળખ ને એની પરખ આપે છે.
સસ્મિત ઓષ્ઠ જ સંપૂર્ણ સૌંદર્યમય લાગે છે. મુખની લાલીમા અહીંથી પ્રગટે છે.
સ્મિત જ બધી વિસ્મૃતિ આપી શકે છે અને એ સ્મૃતિમાં રાખવા જેવી વાત છે, અલબત્ સ્મિત સાથે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name:Hibiscus micranthus, Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.You know, when I say, "The Lord smiles", that means something; it is not that I see a smiling face, but it is...it is a solar vibration. You know, the sun is flat and dull and cold and almost black in comparison. TM
No comments:
Post a Comment