અંતે વારો આવ્યો જરૂર
આત્માનો ચીંધ્યો જીવવાં જરૂર
અસ્તિત્વ ઝંખે ઊંડેનું જરૂર
આમ ઊણું જીવવું, કરતાં જરૂર...
એક વિશ્વ ત્યાંનું જરૂર
નોખું અનોખું પ્રવર્તે જરૂર
રહસ્યો લાગે અહીંથી જરૂર
બને ઊર્ધ્વવાટ ને મન-મતિ જરૂર...
હાથવગું થાય જરૂર
જો હામ હો ને કૂદવાની જરૂર
સ્પર્શ મળવો, 'મોરલી' સ્થિર જરૂર
વહેળો વીંટાતો એ વહેવા જરૂર...
આ જરૂર એ દુન્યવી જરૂરિયાત નથી, ઝંખના છે.
આત્મ ખોજ એક ખેવના છે.
ઈચ્છાઓ, એષણાઓથી પરે...
ફક્ત આત્મા જ સમજી શકે...
દોરી ચાલે...
ને કોશિશ ચાલુ રાખે...
એને ખબર જ હોય છે કે આ કઈ દિશા તરફ જવાય રહ્યું છે, જવાનું છે અને એ શું છે...
આત્મ રસ્તે ચાલનાર પછી સાધક છે, દુન્યવી ઘટમાળમાં આત્મકેન્દ્રી રહી આતમકેડી કંડારે છે.
જીવન સાધના બને છે અને જીવતર પ્રભુમાર્ગી...
અદ્રશ્ય વિધાન, જીવનવિધી બને છે, ને સમયનો સમર્પિત વહેળો સૂચક...
પથમાર્ગી એમાં શરણાર્થી અને નિશ્ચિંત ભાગીદારીમાં પોતે જ વહેણ બની જાય છે...
પછી ફક્ત,
જીવન ઉત્સવ...
માણવાની વાત...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name: Iochroma cyaneum
Significance: Seeking the Light in the Lower Vital
Does more work, makes less fuss.
No comments:
Post a Comment