પ્રભુ જ સાદ દે, પ્રભુ સંગાથ,
પ્રભુ ગોઠવણ, પ્રભુ પ્રમાણ,
પ્રભુ કેન્દ્ર ને પ્રભુ જ ધાર,
પ્રભુ આધાર, પ્રભુ અંજામ...
પ્રભુ પંખી પ્રભુ જ ઉડાન
પ્રભુ વિહંગે થઈ પ્રભુ સવાર.
પ્રભુ પાંખે, કરે પ્રભુ જ વિહાર
પ્રભુ ગગન પ્રભુ વિશાળ...
પ્રભુ રૂપે પ્રભુ જ સર્વાંગ
પ્રભુ પરિણમે પ્રભુ સાક્ષાત.
પ્રભુ પોતે જ, પ્રભુ જ પોકાર
પ્રભુથી જ, 'મોરલી' પ્રભુને પાદ...
મૂળે,
પ્રભુથી પ્રભુની સફર...
સ્વથી સર્વસ્વની ઓળખ....
ક્ષણથી સમસ્તની પરખ...
મનુષ્ય ક્યાંય નથી,
નથી કર્તા કે કરણ કે કર્મ કે ક્રિયા...
છતાં બધી વિધી એનાં થકી જ છે ને છતાંય એ કશામાં નથી.
"સકટનો ભાર જેમ શ્વાન તાણે" ...
સુંદર પંક્તિ છે પણ,
અહીં નથી શ્વાન કે શકટ કે ભાર કે એની તાણ...
સુંદર પંક્તિ છે પણ,
અહીં નથી શ્વાન કે શકટ કે ભાર કે એની તાણ...
બધું જ પ્રભુ અને બધું જ એનાં થકી...
વ્યક્તિતો પોતાને પણ જોતી નથી કે આમ દેખાય છે...
વ્યક્તિતો પોતાને પણ જોતી નથી કે આમ દેખાય છે...
ચેતનાનાં પડળોમાં સંતાઈ કે ખોવાઈ નથી જતી પછી...
પણ એક એકને ઊકેલી કે ગડીમાં મૂકી શકે છે.
દરેક ગડ ને પડમાં એ હોય છે અને છતાં એને ખબર છે કે એ નથી...
સમર્પણ, સ્વઅર્પણ પછી આજ તો મજા છે,
સમસ્ત રમણ...
રમમાણ રંજન...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી,૨૦૧૭
Flower Name: Brownea coccinea, Scarlet flame bean
Significance: Divine Love Governing the World A beautiful and happy world for which we all aspire. The Divine is that from which all comes, in which all lives, and to return to the truth of the Divine now clouded over by Ignorance is the soul's aim in life. In its supreme Truth, the Divine is absolute and infinite peace, consciousness, existence, power and Amanda. SA
No comments:
Post a Comment