આ શબ્દો તારાં એક એક રહેશે,
આ દેહ જશે પણ સત્ય જીવશે...
વાત વલણની જુગજુગ રહેશે,
નશ્વર નમશે, શ્વર સદા જીવશે...
અવતરણની તીવ્ર તાતી રહેશે,
માધ્યમ સદાય ગ્રહવા જીવશે...
સ્ત્રોત અદ્વિતીય, સદૈવ રહેશે,
ગુહ્યસત યજ્ઞ, પૃથ્વીએ જીવશે...
એ ચૈત્ય ઊત્થાન હંમેશ રહેશે,
દર જન્મે કાર્ય પ્રગતિ ગતિ જીવશે...
કૃષ્ણ ઊતરવો દરેક જીવે રહેશે,
'મોરલી', ચૈતન્ય ચિન્મય ચેતના જીવશે...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
હૈયેથી હોઠે ને હાથમાં બિરાજ્યાં!
મા! તારાં શબ્દો, આત્મે ઝીલાયાં!
આધ્યાત્મ-અસ્તિત્વ-તત્વ ચીતર્યાં!
મા! તારાં શબ્દો, અનુભૂતિમાં ખીલ્યાં!
પારકાં હ્રદયમાં સોંસરવા પહોંચ્યા!
મા! તારાં શબ્દો, સાતત્ય ઊકલતાં!
સંભાવના-ધારણાથી વિરુધ્ધ મૂળનાં!
મા! તારાં શબ્દો, સત્વ આલેખતાં!
વ્યય-વ્યર્થ નહીં અમલની રૂપરેખા!
મા! તારાં શબ્દો, સમજવાં સહેલાં!
અક્ષરસહ સાચાં પરિણામલક્ષી સઘળાં!
મા! તારાં શબ્દો, તેં જ અજમાવેલાં!
અક્ષરદેહે જાણે આશીર્વચન પૂરાં!
મા! તારાં શબ્દો, 'મોરલી' સાધના ગાથા!
મા! તારાં શબ્દો, આત્મે ઝીલાયાં!
આધ્યાત્મ-અસ્તિત્વ-તત્વ ચીતર્યાં!
મા! તારાં શબ્દો, અનુભૂતિમાં ખીલ્યાં!
પારકાં હ્રદયમાં સોંસરવા પહોંચ્યા!
મા! તારાં શબ્દો, સાતત્ય ઊકલતાં!
સંભાવના-ધારણાથી વિરુધ્ધ મૂળનાં!
મા! તારાં શબ્દો, સત્વ આલેખતાં!
વ્યય-વ્યર્થ નહીં અમલની રૂપરેખા!
મા! તારાં શબ્દો, સમજવાં સહેલાં!
અક્ષરસહ સાચાં પરિણામલક્ષી સઘળાં!
મા! તારાં શબ્દો, તેં જ અજમાવેલાં!
અક્ષરદેહે જાણે આશીર્વચન પૂરાં!
મા! તારાં શબ્દો, 'મોરલી' સાધના ગાથા!
*મે, ૨૦૧૫
પળ પળ મૌન વાચાળ!
સ્થૂળનો નહીં, આ ઊર્ધ્વનો સંવાદ!
શબ્દો કહેનાર-ઝીલનાર નથી અહીં,
નથી રહ્યો ચીલાચાલુ વાર્તાલાપ!
જ્ઞાન-સમજનાં શબ્દો ઊભારતો,
આ તો પ્રકાશથી નિપજતો ઊચ્ચાર!
આત્મા સંચિત પ્રભુ-વાણી!
આ તો સમર્થ કૃપાવચન-ભર ઊદ્ગાર!
મધુર, સત્ય, કલ્યાણકારી નાદ!
આ તો ‘મોરલી’ પ્રભુ બક્ષેલ સ્વરનો પ્રતાપ!
*ઓગસ્ટ, ૨૦૧૪
ધ્યાન વચ્ચે, સમથળ લીસ્સા શાંત
મસ્તિષ્ક મધ્યે ઉપસે એક કવિતા,
લય,પ્રાસ ને શબ્દો મઢી જોતજોતામાં
અચંબા સાથે બનતી એ રચના!
જ્ઞાન સાથે સમજ દેતી અચાનક
લખાતી આ કવિતા,
ક્યાંથી આવે? કોનું ગણેલું? આવકાર મળે
ને જીવંત બનતી એ રચના!
આંખો ખોલે, અંતઃદ્રષ્ટિ ઊજાળે બસ!
આવીને ઊભી હોય કવિતા,
શબ્દો ટંકાય ને પછી ઉકલે! આ તે કેવી
વિધવિધ, ગમતી રચના!
સવારના પહોરમાં, દિવસ ચઢે કે નવરાશની
પળોમા; તક ઝડપતી દરેક કવિતા,
હાર લગાવી; વારાની રાહ જોતી,શબ્દસમૂહ ભરી આવે એ રચના!
ક્ષણ-અક્ષર પ્રભુપ્રતિબિંબ! આત્મા-સાદથી લખાય,
ઝીલાય ને બને પ્રસાદ-કવિતા,
વહેંચાય ને ‘મોરલી’; વિવશ અંતર, રોજેરોજ
વારંવાર મમળાવે એક કે બીજી રચના!
આભાર...
*માર્ચ, ૨૦૧૪
Flower Name: Leucanthemum X superbum [Chrysanthemum Xsuperbum]
Shasta daisy
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine.
The Creative Word is the word which creates. There are all kinds of old traditions, old Hindu traditions, old Chaldean traditions, in which the Divine in the form of the Creator, that is, in His aspect as Creator, utters a word that has the power to create. So it is this. . . And it is the origin of the mantra. The mantra is the spoken word that has a creative power. An invocation is made and there is an answer to the invocation; or one makes a prayer and the prayer is granted. This is the Word, the Word that, in its sound ... it is not only the idea, it is in the sound that there is a power of creation. It is the origin of the mantra. In Indian mythology the creator God is Brahma, and I think that it was precisely his power which has been symbolised by this flower, the "Creative Word". And when one is in contact with it, the words spoken have a power of evocation, of creation, of formation or of transformation; the words . . . sound always has a power; it has much more power than men think. TM
No comments:
Post a Comment