સંક્રાન્તે સહુથી ઊજળી
અનન્ય જ્યોતિર્ધરી
કણ ક્ષણને શોભાવતી
સૂર્યની ગતિ ન્યારી...
દેવની પ્રકૃતિ દૈવી
આગમને પૂજાતી
યૌગિક એની બિરાદરી
બ્રહ્મ સંગત બિરદાવતી...
નિત્ય દિન નવી પુંજી
ધરા અધરે ઝૂકતી
કિરણ, તરણ, રજ ચૂમતી
તેજપુંજ ઊતારતી ...
શશી સંગ આંખ મિચોલી
દિન રાતે ખેલાખેલી
મનસ્વી ને કરુણામયી
'મોરલી' સમરસ સર્વે રેલાતી ...
મકરસંક્રાન્તિ...
ઊત્તરાયણ...
લોહરી...
પોંગલ...
બિહુ...
દેશનાં સર્વે પ્રાંન્તોમાં ઊજવાતો ઊત્સવ...
ખાસ સૂર્યદેવનો દિવસ...
સૂર્યગતિથી ભૂદેવની ગતિવિધી પર પ્રભાવ પાડતો દિવસ...
એ અસર વર્ષાંન્ત સુધી રહેવાની...
લોકજીવન...લોકમાનસ...દિનરાત ચકકર...બધું જ એનાં ઊદય- અસ્ત સાથે જોડાયેલું....
એ તો સૂર્યગતિની વાત...
જણમાનસે તો આંતર સૂર્યને ચમકાવતો...
ચમકતો રાખવાનો....
એ પ્રકાશને, આ ભવમાં એવો ઝળાહળા કરવો કે ભવો સુધી ભવેભવ વૃદ્ધિ પામે...
પ્રભુનાં દરબાર સુધી પહોંચે ને એ હાજરી નોંધાય, કૃપામય બને અને ભેટરૂપ યુગોનું અનુસંધાન...
પ્રકાશિત, જાન્યુઆરી ૧૪, ૨૦૧૪ માંથી...આ સંક્રાન્તે ફરી એકવાર,
"પ્રાથું સૂર્યદેવ તમને આ પલકભરમાં, કે
હર વાણીમાં તેજની ધાર વસે,
હર દ્રષ્ટિમાં ઊજળીયાતું આકાશ દિસે,
હર મતિમાં સપ્તરંગી આભ ઉગે,
હર અંતરમાં ઓજસના દ્વાર ખુલે,
હર જીવનને સૂર્યપ્રકાશિત માર્ગ મળે..."
પ્રણામ સૂર્યદેવ...પ્રણામ પ્રભુ...
પ્રણામ...
મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name: Anthocephalus cadamba, Kadam tree
Significance : Supramental Sun
We aspire that its rays may illumine and transform us.
No comments:
Post a Comment