Sunday, 29 January 2017

એક સંચાલન...


એક સંચાલન છે તારું 
સંદર્ભ સમજ સરભરતું 
સાયુજ્ય સંધાવતું
શરણે સહજ સમર્પતું...

અતેથિ ગોઠવતું
એક એક હઠીલું હઠતું
સંધાન બળ ભરતું
પળપળ તન્મય તદ્રુપ...

તિતિક્ષાનું તરણું
નિષ્ઠાથી દીપાવતું
સંનિધિથી ઊપહારતું
'મોરલી' ચૈત્ય ખોલી બિરાજતું...


તટસ્થ, તૃપ્ત અને શુદ્ધ દ્રષ્ટિમાં ક્યાં કોઈ ઊણપ કે અતિરેક છે!

એવો સમય કે સમયો દરેકે અનુભવ્યા જ હશે. સમયે એવો સમય બતાવ્યો જ હશે જ્યાં બધું જ સભર લાગે.

હા, એ ક્ષણભંગુર ભાવ ખરો...

એટલે જ એને આભાસ કહે છે કારણ કે એને કાયમી હકીકત બનાવી સાથે લઈ નથી જવાતી. એને અનુભવમાં જકડી શકાય પણ સમયમાં બાંધી ન શકાય.

જરૂર હોય છે એની પણ, એ સાતત્યને એક વાર જીવવાની...
અનુભવ તાકાત આપે છે...
સ્પર્શ આપે છે એ સત્યનો...
ભાન કરાવે છે એની ક્ષમતાનો...
વ્યક્તિગત યોગ્યતાને વધુ યોગ્ય બનાવે છે...

એક એવી દ્રષ્ટિ અને સમજમાં સમાધાન આપે છે કે સારું - નરસું લાગતું બધું જ બરાબર છે કે જ્યાં સુધી એમાં કૃરતા કે પરપીડન નથી.


બધું સમયનું વહેણ છે...એ સમયની હવાએ વગાડેલું વાજુ છે એટલે કર્ણપ્રિય ન પણ હોય. ક્યાંક કોઈ માટે જરૂર સુરીલું હશે.

એ વિભાગીકરણમાંથી બચીને જો એવાં સમયોને તકોમાં પલટવામાં આવે તો એ કઈ ઊંચાઈ ઊપર વ્યક્તિ અને જીવનને લઈને જઈને શકે...

આંતરિક વિકાસનાં અવસરો તો વ્યક્તિએ જ શોધવા અને ઊપયોગમાં લેવાં રહે...

પછી જ તો,
એ તિતિક્ષાનો જવાબ મળે સંનિધિમાં...

આભાર પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
જાન્યુઆરી, ૨૦૧

Flower Name: Zinnia elegant, Common zinnia, Youth-and-old-age
Significance: Victorious Endurance
It will endure till the end of the battle

No comments:

Post a Comment