Monday, 10 July 2017

...દોડ ન્યારી!


ચૈત્યની દોડ ન્યારી!
મન-મતિની અગ્રણી
વિના એકેય તાબેદારી
અડીખમ દિવ્ય હાજરી...

કારણ, ભાવ કે કર્તરી
વિના એકેય જોડી 
સ્વપ્રકાશિત માર્ગી
દેહસ્થિત જ્યોતિર્ધરી... 

સર્વે ઊપલબ્ધ એથી
સિદ્ધિ, શાંતિ શ્વેત સંનિધિ
અભીપ્સુ આત્મન શરીરી 
માર્ગદર્શન, દિવ્ય દોરવણી...

અડગ, અચળ કમાનધારી
જાગ્રત! દેતો જીવનજાગૃતિ
તો વિલક્ષણ લક્ષ પ્રાપ્તિ, 'મોરલી' 
પળેપળ બસ! ધન્યભાગઘડી...


ચૈત્ય...

ઉઘાડ, હાજરી, સંનિધિ, ચેતના...ચૈત્યદત્ત અને ચૈત્યસત બધું જ અમૂલ્ય!

જીવ ને જીવનનાં ઊત્થાનની શરૂઆત અહીંથી શક્ય અને સહેલી બને.

ભવોનાં કાર્યો ઊકેલાય અને ભાવો અસરમુક્ત થાય.

આ શાંત મૂળ ઝાઝાં ઘોંઘાટ વગર પોતાનું કાર્ય કરણ બની કર્યા કરે. મન-મતિનાં ચેડાં ને ચંચૂપાતથી ક્યાંય છેટું...અસ્પર્શ્ય...

પોતાનાંમાં જ સક્ષમ, સમસ્ત અને મસ્ત!

એ છે રાહદારી અને રાહતધર્મી અસ્તિત્વસૂક્ષ્મ...


એની બાંહેધરી ક્યારેક બાદબાકી ભરેલી હોય પણ સરવાળે ઊજાગર કરતી હોય.

વારસામાં મળેલો એવો અંશ કે જે માતા-પિતાનો નહીં પણ વ્યક્તિ-અંદરનાં મૂળને વશ...ઘડતો અને વધતો...

એનો અનાદર એટલે જીવન વિફળ અને અસૂરી ઊર્જાનો અમાનુષી વિનિમય થકી વિજય...

પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Dahlia
Significance: Psychic Dignity
Refuse all that lowers or debased.

No comments:

Post a Comment