અનંતતામય અખંડ અનંત
અણુ, પરમાણુએ ફળદ્રુપ અનંત
કોષે, પરિતોષે ઊદ્દીપક અનંત
તસુ, તણખલુંએ ઠસોઠસ અનંત
કણે, કોષેટે અંકુરિત અનંત
રેષે, રવેશે પ્રફુલ્લિત અનંત
મૂળે, હાર્દે શાશ્વતી અનંત
બિંદે, પ્રતિબિંબે પરિવર્તિત અનંત
શૂન્યે, સકળજીવે પારદર્શક અનંત
શ્વાસે, કર્તવ્યે સમર્પિત અનંત
અક્ષરે સાક્ષરે પ્રદર્શિત અનંત
ઉરે, ઉત્ક્રાંતે અસ્તિત્વ અનંત...
'મોરલી' નમન...
અસીમ, અખિલ, અખંડ શાશ્વતી છે અનંત..
અનહદ, અનન્ય અદ્ભૂત, અંતહીન છે અનંત...
અમર્યાદ, અમર, અવિચળ અસ્તિત્વ છે અનંત...
સમગ્ર સમાવિષ્ટ છે અને છતાં હજુ વિસ્તરણનો અવકાશ છે.
મૃગજળને પણ મૃગજળનો ભાસ અને સાગરને સીમા આપી શકે.
અહીં નિરંતરમાં સઘળું સતત છે.
છેડો કે અવધિ એ અંત નથી પણ સીમિત સ્થિતી અને આગામી અવકાશનો પુરાવો છે.
શૂન્યતા અને સભરતા બંને કશાકનો હિસ્સો હોવાની સાબિતી છે
એટલે આ બધાયની પરે કંઈક છે,
જે હંમેશથી છે અને રહેશે.
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Hibiscus micranthus
Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.
No comments:
Post a Comment