ગત વિગતની ગડ ખોલવી શાને?
સદગત થઈ, જેવી સોંપી, મૂકી કોરે...
પળમાં પ્રવૃત હતી, 'ગઈ' ખોદવી શાને?
જડ ઓગાળી, જેવી સોંપી, મૂકી કોરે...
અતીતમાં જોતરી કળ પીસવી શાને?
અત્ર મળી અમૂલી, જેવી સોંપી, મૂકી કોરે...
હતી જ્યાં, ત્યાં તેમ પતી. 'કેમ' હવે શાને?
આ ઘડીમાં ફળી, જેવી સોંપી, મૂકી કોરે...
યોગ્ય ઘડી યોગ્ય ઘટી,પ્રશ્ને તોળવી શાને?
વૃદ્ધિ શુદ્ધિની સીડી, જેવી સોંપી, મૂકી કોરે...
જરીતરી સુપ્તસ્મૃતિ, ડગમગાવે શાને?
સકળ સમૃદ્ધિ સમાવે, જેવી સોંપી, મૂકી કોરે...
અતીત વિષે અતીતમાંથી...પૂર્વે પ્રકાશિત...
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ગયો વીતી જે, સહર્ષ ઠાર
નવી પળોનો પડાવ, આવકાર,
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
જીવી જાણ્યો દરેક મુકામ
હલતો - ભળતો, જે પણ પ્રવાસ!
ખૂંચતો - રુંઝવતો જેતે સંગાથ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ભલભલો આવે, બની હંફાવ
વૃત્તિ એ જ જીવે, મૂકવી મિઠાશ!
તો આવતો નવો, લાવશે સુવાસ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
સમય પણ શોધે સમય સ્વીકાર
કોઈ તો આપે એને યોગ્ય સન્માન
મિલાવવા; હાથ ને ગતિવિધાન
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
'મોરલી' આભાર...
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ગયો વીતી જે, સહર્ષ ઠાર
નવી પળોનો પડાવ, આવકાર,
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
જીવી જાણ્યો દરેક મુકામ
હલતો - ભળતો, જે પણ પ્રવાસ!
ખૂંચતો - રુંઝવતો જેતે સંગાથ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ભલભલો આવે, બની હંફાવ
વૃત્તિ એ જ જીવે, મૂકવી મિઠાશ!
તો આવતો નવો, લાવશે સુવાસ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
સમય પણ શોધે સમય સ્વીકાર
કોઈ તો આપે એને યોગ્ય સન્માન
મિલાવવા; હાથ ને ગતિવિધાન
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
'મોરલી' આભાર...
*માર્ચ, ૨૦૧૬
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.
ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.
નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.
અંધકાર જામે તો જવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.
વિગતોને ફૂંકી દો અત્યારની સ્થિતિમાં,
નવા ભાવિને થીજવો આ જ ઘડીમાં.
*ઓગસ્ટ ૬, ૧૯૮૭
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Cynoglossum amabile
Chinese forget-me-not
Significance: Subconscient Remembrance
Must be purified of all that is useless.
As there is a superconscient (something above our present consciousness) above the head from which the higher consciousness comes down into the body, so there is also a subconscient (something below our consciousness) below the feet. Matter is under the control of this power, because it is that out of which it has been created — that is why matter seems to us to be quite unconscious. The material body is very much under the influence of this power for the same reason; it is why we are not conscious of what is going on in the body, for the most part. The outer consciousness goes down into this subconscient when we are asleep, and so it becomes unaware of what is going on in us when we are asleep except for a few dreams. Many of these dreams rise up from the subconscient and are made up of old memories, impressions etc. put together in an incoherent way. For the subconscient receives impressions of all we do or experience in our lives and keeps these impressions in it, sending up often fragments of them in sleep. It is a very important part of the being, but we can do nothing much with it by the conscious will. It is the higher Force working in us that in its natural course will open the subconscient to itself and bring down into it its control and light.
The subconscient is to be penetrated by the light and made a sort of bed-rock of truth, a store of right impressions, right physical responses to the Truth. Strictly speaking, it will not be subconscient at all, but a sort of bank of true values held ready for use. SA
No comments:
Post a Comment