Friday, 28 July 2017

સમયની ત્રિકાળ રીતિ...


ગત સઘળી પૂર્ણ વીતી 
પૂર્ણમાં ઊઘડી પૂર્ણ નવી...

ગઈ હતી જે શેષ નહતી
અત્રે અશેષ ને હશે આવતી...

ઘડીમાં ગૂંથાતી ગતિવિધિ 
ભૂત-વર્ત-ભાવિ ગૂંથણી...

એકમેક અન્યોન્ય પરોવી 
ઘડે સમય અજેય સાક્ષી...

પગેરું છૂપું ધરી બીજ મહીં 
પુષ્પ ખીલવે કળી સોહામણી...

શત શત સત્ય, પૂર્ણ શાશ્વતી
નિષ્ઠ સમયની ત્રિકાળ રીતિ...


સંપૂર્ણતામાં વહેતો સંચાર!

જે કંઈ 'છે' એમાં 'હતું'નો આધાર અને 'હશે'નો અવકાશ છે...

બધુંજ સમાંતરે છે જ ફક્ત સમયાંતરે ઘટતું રહે છે...

ઘટનાનું ઘડતર ક્યાંક મોજુદ છે ફક્ત ઈન્દ્રિયોને પળનું પગેરું છે...

એ મર્યાદા સમયને પણ વિભાજીત કરાવે છે...

શાશ્વતને પણ વહેંચે એ મનોજગતની પામરતા...

જ્ઞાન અને આચરણમાં અહીં વિરોધાભાસ ઉત્પન્ન કરે...

હકીકતે જીવાવું જોઈતું આત્મા-નિર્ભર આ જીવન, મનોહઠથી કેવું છૂંદાય છે?


સમસ્ત જ્યાં પૂર્ણરૂપ અને પૂર્ણતામય છે તોય પૂર્ણ પ્રકાશરત આત્મા હજી માનવે માનવે કોક ખૂણે...ગૂંગળાતો...!!

આ જ તો છે પરિવર્તિત ગતિ...

પૂર્ણની સફર પૂર્ણ થકી...
એથી પૂર્ણને મુબારક!

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Polianthes tuberosa
Tuberose
Significance: Perfect New Creation
Clustered, manifold and complete, it asserts its right to be.

No comments:

Post a Comment