અણઘડ મનની આ મર્યાદા
પાંચમાં પૂછાય તો માને
ખુદને ખુદ ઈશ્વર નર્યા!
ન સમજી શકે નિયતિનાં વારા
"ટોચે પહોંચ્યાં" માની, ગજવે
'ખુદની' સફળતાનાં વાજાં!
ઘમંડ ખોલે અસીમ દરવાજા
"હું-મારું-મને" થકી પ્રવેશે
સ્વહંની ગતિનાં ચકરાવા!
હુંપદમાં રાખે રચ્યાપચ્યા
રચે અભેદ ચણતરો! બહાને
ઢોળ ચઢાવેલા પોકળ સ્વ-કારા!
દિવાલોમાં સમજે સુરક્ષા
વિપરીત મતિ નાશ નોતરે
ઘડતર ઠાલાં ભ્રમ પોષતા!
'મોરલી', મન માળખાં ખોખલા
જો નાથી, મઠારી ન ઉછરે
તો કરી મૂકે ભવફેરાં નકામા...
અહંને ક્યાં ભાવ કે ભાષા પહોંચે...
એ તો ભ્રમણાનાં માંચડા પર બીરાજમાન હોય.
એનો યે ભ્રમ હોય કે;
એ જ ટોચ છે અને મંચસ્થ હોય એમ સંબોધન અને આકલન મગ્ન...
સર્વે કોઈ એને જ અનુસરે અને સર્વ એનાં જ હોવાથી છે...
કંઈ કેટલીયે અવરજવરો - પ્રતિક્રિયાઓની, પ્રભાવોની, ભાવોની, વિનિમયોની, ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓની, માંગણીઓ અને અધૂરપોની, સરખામણીઓ અને આંતરદ્વંદ્વોની...એવી અસંખ્ય, અવિરત રત અને વ્યસ્ત રાખતી પ્રક્રિયાઓ એને જ તો આભારી છે.
પૂર્ણયોગનાં માર્ગે એક મુકામ પછી સમજાય છે કે આ પ્રકારની વ્યસ્તતા ફળદ્રુપ નથી હોતી પણ વ્યર્થ સમાધાનો હોય છે.
મન માધ્યમથી પ્રાણિક પ્રકૃતિ એટલી રચી પચી રાખે છે કે તફાવત કરીને જરૂરી જરૂર નીતારી શકાતી નથી.
કોઈ વધુ પ્રભાવી સભાનતામાં એને ઓગાળવી રહે જેથી એ સ્થાને યોગ્ય તત્ત્વો સમાવી શકાય અને યથાયોગ્ય ઉપયોગમાં લઈ શકાય.
એ માટે, ખોટાં ચડેલા આંટાને ઊતારવાનાં છે. ખોલીને અંદર હલનચલન વધારવાની છે.
અહં અસ્તિત્વને પૂરીને જડબેસલાક કરી નાખે છે ત્યાં હવાને અવકાશ પણ એની હાર હોય છે.
પણ અહંને હરાવે એ મનુષ્ય જીવનપર્યંત જીત જીવતો હોય છે.
બસ! આ મનુષ્યની આખી આંતર વ્યવસ્થાને એને તાબે નથી થવા દેવાની...
ભલે, ખાલી લાગે!
એ રિક્તતા જ પછી અનન્ય પરિબળો અને પરિણામો ખેંચી લાવે છે...
પ્રભુ...પ્રભુ...જય હો!
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gun, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.
What we call onself is only the ego. Our true self is the Divine. TM
Our ego, boasting of freedom, is at every moment the slave, toy and puppet of countless beings, powers, forces, influences in universal Nature. The self-annexation of the Ego in the Divine is its self-fulfillment; its surrender to that which transcends it is its liberation from bonds and limits and its perfect freedom. SA
No comments:
Post a Comment