Thursday, 20 July 2017

આમ ઊછળી ઊછળી ને ...


આમ ઊછળી ઊછળી ને ઘૂઘવે છે કોને?
હ્રદયે ઊમટે કે છે ધરાતળને ભીંજવે?

આમ સમેટી, સમસ્તતા બે છોર વચ્ચે,
અંતરે છૂપાય કે જોજનો સમાય છે મધ્યે?

આમ તગતગે રૂડાં ફેનિલ લહેરો તરણે,
કોર ભીતરે રૂપેરી કે ક્ષિતિજ શણગાર સજે?

આમ વિસ્તરણ અફાટ, અમીટ દ્રષ્ટિ પરે!
ચૈત્યદત્ત ફેલાવ કે અંબરસીમાને લાંઘે?

આમ કરિશ્માઈ કુદરત કરામતી પંથે!
ઉત્ક્રાંતિક પ્રગતિ કે જલધિ ભરતી-ઓટે?

આમ દિવ્ય ભેટ નવાજી સર્વસ્વ સમગ્રે!
માનુષી કે સમુદ્રી, સ્વભાવ સૌંદર્યી મૂળરૂપે.


આ કુદરત કેવી અદ્ભૂત છે!

સૌંદર્યનાં ઊંડે ખૂંપાયેલાં મૂળથી ભરપૂર!

દરેક પ્રકૃતિ ગતિમાં એનાં મૂળભૂત આકાર, સ્વભાવ, વહાવ, ઉદ્દગાર, વિગેરે દ્વારા પ્રાકૃતિક ચડાણ છે. 

ઊત્કાંતિ સ્વભાવે પ્રગતિશીલ છે, ફળદ્રુપ છે, અંકુરિત છે, ઊત્પાદિત છે એટલે ઊદ્દિપક છે.

એટલે નિતાંત નિરંતર છે નિશ્ચિંતપણે નિશ્ચલ છે.

જ્યાં ત્યાં છે એટલે ક્યાં ક્યાં નથી... 
સર્વત્રે એટલે જ સૌંદર્ય છે. 

જ્યાં જ્યાં મૂળસ્થિત છે ત્યાં ત્યાં સૌંદર્યશીલતા છે. રૂપ-રંગ-ઘાટ-ભાવથી અલાયદુ છતાં આલ્હાદક!

પોતીકી સૌંદર્યની વ્યાખ્યા મૂકતું...પ્રેરિત કરતું...અંદર કશું ઊગાડતું...જાગૃત કરીને ઊઠાડતું...


સૌંદર્યમયી પ્રકાશ દ્વારા દ્રષ્ટિ, સત્યસમજ અને સમગ્ર સભાનતામાં આનંદ સંપર્ક કરાવતું...

એ મૂળતત્ત્વને વંદન...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Rhodedendron
Ericaceae Azalea, Rhododendron
Significance: Abundance of Beauty
A beauty that blossoms freely and abundantly.

No comments:

Post a Comment