Wednesday, 12 July 2017

એ આનંદ છે...


એ આનંદ છે...

સહસા! આનંદે સજતી
કુદરત, પ્રકૃતિ ઊજવતી છે.
સૂર્ય ધરી નીકળતી
પ્રભાત પરોઢની લાલી છે...સહસા! આનંદે...

વાદળીએ રાતી કોર રૂપેરી
ભાનુકિરણ આવકારતી છે.
ક્ષિતિજો પરેથી તેજ ફેંકતી
કેવી અગમ આગાહી છે...સહસા! આનંદે...

નક્ષત્રોની ભેદરેખા નરી,
દ્રષ્ટિમાં સૃષ્ટિ સમાવતી છે.
ચારોકોર, અશ્રુત ગજવણી,
દુંદુભિનાદે પોકારતી છે...સહસા! આનંદે...

પ્રતિ દિન એ વણથંભી સવારી
દિવ્ય સ્થાપિત સત સમૃદ્ધિ છે.
પધારો સૂર્યદેવ...તવ જોગી
વસુંધરા તેજ પ્રગટાવતી છે...સહસા!આનંદે...


અહીં સર્વ આનંદ છે એમાંથી જ પ્રગટ થયું છે અને એ જ પ્રકૃતિગત પણ છે.

પરોઢની પ્રભાતથી માંડીને ધરા એને ધરે...
કુદરત પણ કેવી નિર્દોષ છે...આમ અનાયાસે, સહજમાં સૂર્યોદય સજાવી દે છે.

પ્રકૃતિની આ ગતિ અને આવાં રૂપો આલ્હાદક છે. મનુષ્ય પ્રકૃતિને શાંત કરે છે અને એક જોડાણ સ્થાપી આપે છે. 

આવાં દર્શન સહસા જોશ, ઊર્જા અને ખંત ભરી દેતાં છે. સવારની તાજગી અને એનો અનુભવ, એટલે જ રોમે રોમને પ્રેરીત કરે છે.

મનુષ્ય પ્રકૃતિને પણ એનાં કુદરતી સ્વભાવનાં સંપર્કમાં મૂકી આપે છે. જાણે આત્માને ઢંઢોળતાં દુંદુભિનાદ! પણ કોઈ અવાજ નથી, છતાં જાણે ગાજે છે અને સહેજમાં એ દ્રશ્ય, એ વાતાવરણ અંતઃસ્થ થઈ જાય છે. જાણે અંતરમાં સૂર્ય સવારી પ્રવેશી ન હોય!

પધારો...પધારો...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Papaver rhoeas
Corn poppy, Field poppy, Flanders poppy, Shirley poppy
Significance: Spontaneous Joy of Nature It is man who has made Nature sorrowful. 

No comments:

Post a Comment