Tuesday, 4 July 2017

સૌંદર્યને ક્યાં...


સૌંદર્યને ક્યાં પ્રકાર,
ઘાટ, રૂપ કે આકાર!
ભીતરે જો રમણું ઊઘાડ 
દ્રષ્ટિએ આવી બેસે અસવાર...

સૌંદર્યને ક્યાં ઘટમાળ, 
ઘડી, ઘડતર કે જાળ!
અંતરે સમ અંતરંગ પ્રહલ્લાદ
સુંદર દીસે જ્વાળ અપાર...

સૌંદર્યને ક્યાં પ્રમાણ,
માપ, માપદંડ કે પરિમાણ!
આતમે જો રળેલો પ્રવાસ
અદ્ભૂત દર પળ, પર્વ સમાન...

સૌંદર્યને ક્યાં સમાધાન,
શીખ, શિક્ષણ કે સમારકામ!
દિવ્યતાએ ધર્યો આધાર
'મોરલી' સૌંદર્ય શ્વસે પ્રભુસંગાથ...


અબાધિત છે સૌંદર્ય!

હા, પણ એનો અવરોધક છે, અહંકાર...

જે જે અંતરમાં એ ઘર કરી બેઠો છે ત્યાં તે સૌંદર્યથી વંચિત છે.

જ્યાં સ્થિતિસ્થાપકતા નથી, લચીલાપણું નથી, નમનીયતા નથી ત્યાં સૌંદર્યની પૃષ્ઠભૂમિ હજી સ્થપાઈ નથી. 

સૌંદર્યને નમતો આધાર જોઈએ જે પોતે એનાં સત્ય રૂપોથી મુખર હોય...એનાં વિરોધી અવરોધો, આભાસો અને મુખોટાઓથી પરિચિત હોય...

તે પછી સૌંદર્ય પિપાસુ હોય કારણ એણે ખરા-ખરા સૌંદર્યની સમજ મેળવી છે. એનું સત્ય-સ્વરૂપ જોયું છે. આત્માનાં દ્રષ્ટિ-જ્ઞાને એ ગૂઢતત્ત્વને આત્મસાત કર્યું છે. એની અસીમતા અને એની ખરી ઓળખ પીછાણી છે.


એવી ઓળખ કે જે દિવ્યતામાંથી ઊદ્ભવી છે અને બધું જ દિવ્યતમ જણાવી, જીવાડી રહી છે.

પ્રભુનાં એ શ્રેષ્ઠ સ્થાન, સ્વ-ભાવને...
સૌંદર્યને નમન!

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Camellia japonica
Common camellia
Significance: Static Beauty
Transfixed in an immutable beauty.

Let Beauty be your constant ideal:
beauty of soul
beauty of sentiment
beauty of thought
beauty of action
beauty in work
so that nothing comes out of your hands which is not an expression of pure and harmonious beauty. And the Divine help will always be with you.
In the world of forms a violation of Beauty is as great a fault as a violation of Truth in the world of ideas. For Beauty is the worship that Nature offers to the supreme Master of the universe; Beauty is the divine language in form. And a consciousness of the Divine that is not translated outwardly by an understanding and expression of Beauty would be an incomplete consciousness. TM

Beauty is his footprint showing us where he has passed, Love is his heart-beats' rhythm in mortal breasts, Happiness the smile on his adorable face. 
Beauty is Ananda taking form - but the form need not be a physical shape. One speaks of a beautiful thought, a beautiful act, a beautiful soul. What we speak of as beauty is Ananda in manifestation. SA

No comments:

Post a Comment