Monday, 24 July 2017

ભૌતિક ભારો યોગ યોગ્ય ...


ભૌતિક ભારો યોગ યોગ્ય 
સંસારસાર જો યોગજોગ...

સર્વ આચરણ યોગ યોગ્ય 
કર્તવ્યકારણ જો મનોરોગ...

સર્વ ઉદ્દેશ્ય યોગ યોગ્ય
આંતરવલણે જો હરિ ઝોક...

સર્વ તંતુતાર યોગ યોગ્ય
સેતુ મધ્યે જો પરમ સ્ત્રોત... 

સર્વ વિનિમય યોગ યોગ્ય 
દ્રવ્યસંચાર જો અર્ધ્ય અર્ક...

સર્વ ભાન, ભાવ યોગ યોગ્ય 
કળ, બળ, ફળ જો દિવ્યશોધ...

સર્વ પળ-પ્રાપ્ત યોગ યોગ્ય 
સમર્પિત જીવન જો પ્રભુભોગ...


સંસાર સારમાં તત્ત્વસાધ, દિવ્યસંચાર, પરમસંધાન મેળવવાનું છે પછી આસારનો સ્પર્શ ક્યાં?

નિયમન અને શિસ્તબદ્ધ આચરણ સાથે યૌગિક વલણમાં જીવી શકાય છે. એ જીવનને બધી રીતે સમૃદ્ધિ સંપર્કમાં લાવી મૂકે છે. 

આધ્યાત્મિક, માનસિક, પ્રાણિક, શારીરિક, બૌદ્ધિક, ...  સમૃદ્ધિ ફક્ત આર્થિક જ થોડી હોય?

નામકરણ કર્યા વગર પણ યોગ સાધના કરી શકાય છે. વૃત્તિ, વલણ અને વર્તનમાં ઊતારીને...

વિચારધારા કે પંથ ગમે તે હોય જો એમાં નિષ્ઠા અને શ્રદ્ધાનું અનુસરણ હોય તો યોગની સીડી ચડાતી હોય છે.


અલબત્ એક કક્ષા પછી જે તે પધ્ધતિગત અનુસાશન અનિવાર્ય છે...જેની ત્યાં સુધીમાં દક્ષતા પણ આવી જતી હોય છે જે સાથે સંસારિક સાંધ સહજ બંધાવી આપતી હોય છે. 

અંતે,
મહામૂલી તો પ્રગતિ ..
જે તે યોગ્ય યોગથી...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Crossostephium artemisioides
Chinese lavender
Signficance: Thirst to Understand
Very useful for transformation.

I mean people who are primarily interested in a purely physical material life than is usual in ordinary conditions. It is very difficult task but it is kind of Yoga. These people call themselves "materialists" ... I have known in my life persons who called themselves "materialists" and yet followed a much severer discipline than those who claim to do yoga.
What we want is that humanity should progress; whether it professes to lead a yogic life or not matters little, provided it makes the necessary effort for progress. TM

No comments:

Post a Comment