Sunday, 30 July 2017

ન મારો કે તારો કે જુદારો...


ન મારો કે તારો કે જુદારો પ્રભુ
ત્યાં ઉપર આભે મનાતો પ્રભુ
હવે ભીતરનો સમજાયો પ્રભુ 
ઊંડે દર ઉરે બિરાજતો પ્રભુ...

ન જાત કે નાત સમાતો પ્રભુ
પંથ, સંમ્પ્રદાય મનાતો પ્રભુ
હવે અંતરે જીવંત સમાયો પ્રભુ
પોતીકો સંપર્ક સંધાવતો પ્રભુ...

વિચાર ને કર્માધાર ધાર્ય પ્રભુ
અવતરણ-સમર્પણ જીવતો પ્રભુ
દિવ્યશક્તિનો દિવ્યાંશ પ્રભુ
સર્વે પરે સમગ્ર પરમપ્રકાશ પ્રભુ...


મન જ્યાં સુધી સમર્પિત નથી, આત્મા આધિન નથી ત્યાં સુધી વિભાજનનો ભાવ છે એ આભાસ રહે છે. જુદારામાં જાત ભમે છે. ભ્રમમાં ભાગ-વિભાગનાં સરવાળા-બાદબાકી રચે અને રમમાણ રહે છે...

એ વલણ દુન્યવી રીત પૂરતું ન રહેતાં ઈશ્વરો, ભગવાનઓ, પ્રભુનો પણ અલાયદો અલગાવ ઘડે છે...

તુંડે તુંડે મતિ ભિન્ન ... 
બસ! કંઈક એમ જ - મારો ભગવાન ને તારો ભગવાન!

સર્વશક્તિમાન પ્રભુને પણ સંકુચિત માનસનાં ખોખાંમાં પૂરી સુરક્ષિત માનવામાં આવે! એ બંદી પરમપ્રભુને શરતોને આધારે પૂજવામાં આવે!

પરમોચ્ચઆત્મા તો મન અને મનઘડંત સંસાધનોથી ક્યાંય વિશાળ અને મહાન છે.

પ્રભુ સિદ્ધિ બક્ષે છે કારણ એ સિદ્ધિ-સીમિત નથી. જે માનવ-સમજ-ક્ષમતાથી વિશેષ છે તે સિદ્ધિ રૂપે સમજાયો છે પણ જ્યારે પ્રભુની વહેંચણી મૂકી સર્વસ્વ, સમસ્ત, સમગ્ર, સર્વજ્ઞ, સર્વાંગ સર્વશક્તિમાન અનુભવાય છે ત્યારે માનવ પામરતા અને માનવશક્તિનો અવકાશ - બન્ને સાથેસાથે સ્પષ્ટ થાય છે...


અને પછી,
પ્રભુ મારો તારો નહીં 
પણ
પ્રભુ મારાં તારાં અને દર કણુ-અણુમાં સમકક્ષ બિરાજતો!

પ્રણામ પ્રેરણાત્મક પ્રભુ ...
સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Rhoeo Spathodea
Oyster plant, Boat lily, Cradle lily, Moses in his cradle
Significance: Divine Presence
It hides from the ignorant eye its ever present magnificence!

All contraries are aspects of God's face. 
The Many are the innumerable One, 
The One carries the multitude in his breast; 
He is the Impersonal, inscrutable, sole, 
He is the one infinite Person seeing his world; 
The Silence bears the Eternal's great dumb seal, 
His light inspires the eternal Word; 
He is the Immobile's deep and deathless hush, 
Its white and signless blank negating calm, 
Yet stands the creator Self, the almighty Lord 
And watches his will done by the forms of Gods 
*Savitri
BOOK X: The Book of the Double Twilight
CANTO IV: The Dream Twilight of the Earthly Real 656

No comments:

Post a Comment