Friday, 14 July 2017

...એ વિકાસની સફરે...


સમગ્ર બસ! એ વિકાસની સફરે
અહીં-તહીં ઊર્ધ્વે-ઊંડે સર્વ સર્વે...

જીવન જીવ જણ જંતુ સંધુએ 
ગતિમાં ગતિ ધરી ગતિરૂપે...

કણુ અણુ કોષ તંતુ રુંવે રેષે
ધબકતું શ્વસતું પોષતું મૂળે...

વહન પંચમહાભૂતથી, પંચતત્ત્વે ભળે
મહામૂલું, ગહન ધરાઆભ વચાળે...

ધન્ય જીવ કોષ સૂક્ષ્મ સ્થૂળ દેહે
હો પાર્થિવ અપાર્થિવ પ્રગતિ કેન્દ્ર સ્થાને...


સર્વસ્વ ઉત્ક્રાંતિમાં છે...

પૃથ્વી સ્થાન જ એને માટે મળ્યું છે.
પછી એ કણ જણનો હોય કે જંતુનો...
એણે તો જે તે રૂપમાં રહી આગળ વધવાનું છે.

પાર્થિવ સ્પર્શમાં મોરચાનાં મંડાણ છે. કશુંક પામીને ને કશુંક યોગદાન કરીને જવાનું છે.

તત્ત્વને પણ પરિવર્તન આવશે અથવા પરિવર્તિત અવસ્થામાં જ પંચતત્ત્વ છે...

યોગ્યતા સંદર્ભ સાથે બદલાય છે અને એટલે સ્વરૂપ...

એથી જ આ દિવ્યગતિમાં કેન્દ્ર સિવાય બધું બદલાય છે.

સમગ્ર એક ચકરાવામાં છે જે ચડતીની ગતિમાં છે અને છતાંય પોતપોતાના સ્વભાવમાં રહી યોગ્યતામાં અને યોગદાનમાં...


જે નિશ્ચિત છે એ છે વધતી ગતિ...
ઊર્ધ્વે ને ઊંડે...
વિસ્તરતી ને અવતરતી...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Catharanthus roseus
Madagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle 
Significance: Progress
This is why we are on earth

No comments:

Post a Comment