હે કૃષ્ણ, અવતારી ખેપે તું આવ!
ભૂલભૂલામણી, ધરતીની સૂલઝાવ.
કલ્કિની બાકી કડી, શોધી બતાવ!
આવી, એક એક તંતુએ ગૂંથાવ...
હે કૃષ્ણ, અવતારી ખેપે તું આવ!
અદ્વિતીય માનવમાં જીવે અદ્વૈત
આવી, એક એક જીવતો જગાવ...
હે કૃષ્ણ, અવતારી ખેપે તું આવ!
પલટી પ્રકૃતિ ને પ્રાકૃત સ્વભાવ
આવી, સંચારે 'મોરલી' સંભળાવ...
હે કૃષ્ણ, અવતારી ખેપે તું આવ!
દિવ્યાંશને હ્રદય ઊંડાણે ધરબાવી જીવતો માણસ, હજી કેટલી પશુતા વહોરી શકશે!
કળીયુગની કંઈક સદીઓ હજુ તો, એણે જીરવવાની છે.
અલબત્ શ્રીભાગવતનાં ઉલ્લેખ અને કલ્કિનાં અવતરણની અગમવાણી ધરપત આપનારા છે
એ થકી માનવતાને વિસ્તારતી ક્ષિતિજો પણ...
આ જ સદીમાં... હજી હમણાં જ... કંઈક દાયકાઓ પૂર્વે એની સંમતિનાં અંશો અને લક્ષણોએ પણ દેખા દીધી...પૂર્ણયોગનાં પથદર્શકે માર્ગ મોકળા કીધાં...
પણ, અંતે તો શ્રીકૃષ્ણની ગતિ...
મતિ, રતિ, પ્રકૃતિ...એવી કંઈક ક્ષતિ-સમૃદ્ધિને મ્હાત કરી કે માધ્યમ બનાવી માનવજાતને પ્રગતિ આપશે.
પ્રકૃતિની આંટીઘૂંટીનાં ચકરાવોને તોડાવી, અભિમન્યુથી વિશેષ...પ્રભુતાનાં ગોળાર્ધમાં પાછાં લાવી રહેશે.
બસ! એ અવતારી અવતરણની વાર...
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Eichhornia crassipes
Water hyacinth, Water orchid
Significance: Krishna's Play in the Vital
In His midst it has all its charm.
No comments:
Post a Comment