કદી નથી...
ગુણ સમર્થ નથી કે મૂલ્ય બાધક!
જ્ઞાન સંતૃપ્ત નથી કે પ્રેમ નિરર્થક !
સહિષ્ણુતા પર્યાપ્ત નથી કે લડત સાર્થક!
સહ-મતિ સમ્યક નથી કે સંમતિ અવલંબન!
ક્ષણ-રતિ રમ્યક નથી કે વિરાગ બોધક!
ત્યાગ આવશ્યક નથી કે તપસ્યા વિનાશક!
વિશ્વાસ પ્રશ્નાર્થ નથી કે શ્રદ્ધા ભાવવાહક!
અર્પણ નિરાધાર નથી કે જપ અપ્રવૃત મન!
નિર્વાણ ગંતવ્ય નથી કે સ્વપ્રીત આરાધ્યક!
આધ્યાત્મ નિર્જીવન નથી કે ચૈત્યસંધાન ભ્રામક!
સમસ્ત સિમીત નથી...
પરિઘ કે પરિધાન, બાધ કે બાંધ નથી...
સંસારે ગુણોનાં ગુણગાન કર્યા તો શાસ્ત્રોએ ગુણાતીતની મહત્તા ઓળખાવી...
કોઈ બે પરસ્પર વિરોધાભાસો અંતિમ સ્થાન નથી હોતાં...
કોઈક જગતોમાં એમાં પણ સંવાદિતા છે.
અસ્તિત્વનું હોવાપણું છે.
એ વહેતાં પ્રદેશોમાં કશું વ્યાખ્યાયિત નથી.
ઓળખની કાંચળીમાં રુંધાતું નથી.
પાંખને પણ પ્રવાહ છે, ઊડે ને જરૂરે વહી પણ શકેલી છે.
દરેક સ્વ-ભાવમાં પણ એનો અંધકાર નથી.
સ્વ-સમર્થ અસ્તિત્વો પણ સર્વસ્વને સન્માનને છે, માને છે.
સત્યનું સાતત્ય ત્યાં જળવાય છે અને છતાં વધુ ને વધુ જાગૃત થવાનો નશો ધરાય છે.
કશું વિફળ નથી ને કશું પરિપૂર્ણ નથી...
ફક્ત દિવ્ય-દરબારમાં પેશગી છે...
સાદર...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૭
Flower Name: Acalypha wilkesiana
Jacobs-cost, Copperleaf, Fire-Dragon
Significance: Attempt towards Continuity
Vigorous and repeated but not lasting.
Its free caprice they bound by rhythmic laws
And compelled to accept its posture and its line
In the wizardry of an ordered universe.
The All-containing was contained in form,
Oneness was carved into units measurable,
The limitless built into a cosmic sum:
Unending Space was beaten into a curve,
Indivisible Time into small minutes cut,
The infinitesimal massed to keep secure
The mystery of the Formless cast into form.
And compelled to accept its posture and its line
In the wizardry of an ordered universe.
The All-containing was contained in form,
Oneness was carved into units measurable,
The limitless built into a cosmic sum:
Unending Space was beaten into a curve,
Indivisible Time into small minutes cut,
The infinitesimal massed to keep secure
The mystery of the Formless cast into form.
*Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO XI: Kingdoms and Godheads of the Greater Mind 266 - 267
No comments:
Post a Comment