Saturday, 12 August 2017

મચી રહે, મચી રહે...


મચી રહે, મચી રહે
લઈ એક અફર ઈરાદો મધ્યે
ન વમળે હલે ન વિઘ્ને ડગે
નિશ્ચયે મૂક્યું થઈને રહેશે...

મચી રહે, મચી રહે
ઠાલાં વચન ઓળંગી ઊર્ધ્વે
ન મચક દઈ ન ઢીલ ધરે
સંકલ્પ વહાણ તરીને રહેશે...

મચી રહે, મચી રહે
અડગ અવિચળ કેન્દ્ર સ્થાને
ન ચલિત સ્પર્શે ન મોહ ડસે
બસ! નિર્ણિત છે, પામીને રહેશે...


નથી ઝઝૂમવાનું કે નથી ઝંઝાવાત થકી
ન આંધાધૂન કે ન અંતરાય બની...
પણ સ્થિરતા, સમતા, સભાનતામાં સંકલ્પ મૂકવાનો ને એમાં અંદરૂની મક્કમતા.

કશુંય નંદવાય નહીં કે કોઈ આંતરિક બાહ્ય ભાંગફોડ... 
પણ અડગ વિશ્વાસ કે પહોંચાડશે એટલે પહોંચાશે.

ફક્ત ભાગમભાગ કે વિકલ્પોની અજમાયેશ જ નહીં...
પણ ઊંડી નિશ્ચિંતતા.

નહીં દુવિધા નહીં શંકા... 
પણ નક્કર મજબૂત નિર્ણય-નિષ્ઠા.


એમાં જો પ્રભુને સાથે રાખવાની વૃત્તિ કેળવાઈ હોય અને એ કેળવણીમાં શ્રદ્ધા હોય તો પ્રભુની નિર્ણયશક્તિ પણ જોડાઈ જાય...

અને,
બેડો પાર...!

સાદર...

-મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Verbena tenuisecta
Moss verbena
Significance: Will to Conquer the Vital Enemies
Indispensable for the mastery over desires.

Will is the power of consciousness turned towards effectuation. The Divine Will is the will expressing the highest Truth. TM

The will is a part of the consciousness and ought to be in human beings the chief agent in controlling the activities of the nature.
When I speak of the Divine Will, I mean . . . something that has descended here into an evolutionary world of Ignorance, standing at the back of things, pressing on the Darkness with its Light, leading things presently towards the best possible in the conditions of a world of Ignorance and leading it eventually towards a descent of a greater power of the Divine, which will be not an omnipotence held back and conditioned by the law of the world as it is, but in full action and therefore bringing the reign of light, peace, harmony, joy, love, beauty and Ananda, for these are the Divine Nature. SA

No comments:

Post a Comment