Friday, 18 August 2017

અમરત્વ મૂળ હાર્દ...


તું બસ! ચાલ...
આ પ્રવાસ બિનમુકામ!

આજ અહીં આમ...
આ ભવ! આ જ તમામ!

હશે કશુંક ખાસ!
આ જન્મોનો મળશે ક્યાસ!

મન માને થાક...
આ આત્મન જીવે અથાક!

એકથી બીજો દ્વાર...
દેહે દેહે નવીન ઉદ્ધાર!

લખચોરાશી હશે માર્ગ, 
તો વણથંભી રાખ મશાલ!

ગાહ્ય ભીતરનો ખોરાક...
ચૈત્ય પુરવઠો પ્રજ્વલતો રાખ!

અમરત્વ મૂળ હાર્દ...
એ સ્વ-ભાવનો ધર સંગાથ...


જન્મ ધરવો એ અમરત્વનો વિકાસશીલ વિશ્રામ છે. આત્મગતિમાં આવતો પડાવ છે. અમર આત્માને ભાગે આવેલો એક જુદી માટીનો આધાન છે.

આત્મા વ્યક્તિરૂપ ધારણ કરે છે અને જન્મરૂપી અલ્પવિરામને એની પૂર્ણતા તરફ લઈ જાય છે ... એમ કરતાં એ ખુદ પૂર્ણપ્રાપ્તિ પામે છે. 

વ્યક્તિત્વ બદલાય છે, જન્મો અને દેહધારણ બદલાય છે. છતાં દર વખતે અમરતત્ત્વ અંશમાં પ્રાગટ્ય અને પ્રગતિ પામે છે. 

દેહધારીએ એ અમરત્વની અમરતાને વરી જવાનું છે. સહભાગી થવાનું છે. યોગદાન આપવાનું છે. વિચાર, વાચા, વ્યવહારને સંસાધનરૂપ નહીં પણ સાધનાભિમુખ કરવાનાં છે.  


પોતાનાં જ ખાતામાં અમરત્વ જીવંત કરી અમરત્વ થઈ જવાનું છે...

એટલે બસ! ચાલ્યે જવાનું છે...

સાદર...

-મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Gomphrena globosa
Globe amaranth, Bachelor's button
Significance: Integral Immortality
It is a promise! When will it be a material fact?

Savitri
BOOK I: The Book of Beginnings
CANTO III: The Yoga of the Soul’s Release 23

The little plot of our mortality 
Touched by this tenant from the heights became 
A playground of the living Infinite. 
This bodily appearance is not all; 
The form deceives, the person is a mask; 
Hid deep in man celestial powers can dwell.
His fragile ship conveys through the sea of years 
An incognito of the Imperishable. 
A spirit that is a flame of God abides, 
A fiery portion of the Wonderful, 
Artist of his own beauty and delight, 
Immortal in our mortal poverty.

No comments:

Post a Comment