માણસ,
માણસ થઈ યત્નને પૂછે
શું જોડાશે તું કર્મ કાજ?
મારી-તારી સહિયારી ફળશે
ને તો પ્રભુ-મરજી મૂકશે હાથ...
માણસ,
માણસ થઈ નિષ્ઠાને પૂછે
શું વ્યક્તિત્વે ભળશે એકાકાર?
મારી-તારી એકતા ઓપશે
ને તો પ્રભુ-કૃપા દેશે સાથ...
માણસ,
માણસ થઈ સત્યને પૂછે
શું સાતત્ય રોપશે ઈરાદે આધાર?
મારી-તારી સચ્ચાઈ દીપશે
ને તો પ્રભુતા બનશે સર્વસાર...
નિષ્ઠાપૂર્વક સત્ય માર્ગે પ્રયત્નોમાં...
એ થકી ગતિમાં ગતિમાન બનતો માણસ!
એ સિવાય શું એ ઈરાદે ધરી શકે!
આ જ તો એની પૂંજી અને યોગ્યતા...
નિ:શંકપણે, ઘણું વિશેષ અને વળાંકો ભરેલું માણસ જીવી શકે છે અને જીવનને આરોહ-અવરોહમાં ઘૂંટી શકે છે. પણ પૃષ્ઠભૂમિમાં સાતત્ય સભર સત્યનિષ્ઠા ભર્યા કર્તવ્ય કર્મો રહેવા રહ્યાં...
વલણ અને અભિગમમાં પ્રાપ્તિ જે રાખવી રહી તેમાં સત્યનો સરવાળો નિષ્ઠાપૂર્વકનાં યત્નોમાં ગુણાવો રહ્યો...
પ્રભુની બિરાદરી અહીંથી શરૂ થાય છે.
મૂળે શુદ્ધિની ગોઠવણી ને ગૂંથણી શરૂથી જ...
ક્યારેક આચરણ અને વલણ અંતર બતાવે... સાથેસાથે ન ચાલી શકે છતાં દ્રઢપણે આંતરિક અભિગમમાં આ સમીકરણોને દ્રશ્યમાન થવા દેવાં અને ત્યાંથી યથાયોગ્ય યોગદાન આપવું...
એ પણ માણસે માણસઈરાદાની કદર જ દર્શાવી કહેવાય...
એ પણ માણસે માણસઈરાદાની કદર જ દર્શાવી કહેવાય...
સાચાં થવાનો ભાવ હોવો એ સચ્ચાઈ જીવવાનું પહેલું પગથિયું ...
બસ! શરૂઆત થવી રહી ...
સાદર ...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૭
Flower Name: Hibiscus rosa-sinensis Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Power of Effort
Efforts well-directed break down all obstacles.
No comments:
Post a Comment