Thursday, 10 August 2017

રે મન! ન માકડું ન રમકડું!



રે મન!

ન માકડું ન રમકડું!
તું છે વિશ્વસમ મોકળું
ફગાવ! શોષતું સાંકડું,
ઊજાળ દિવ્ય અજવાળું!

ન રંક તું ન ઝંખતું!
તું છે અનન્ય સર્જન રૂડું!
સર્જક સૃજન સૃકૃત શું!
દિપાવ ૠત-સત ૠજુ!

ન હઠીલું ન તું ઉણું!
તું છે સમર્થ સક્ષમ સેતુ.
સાથી અજોડ દિવ્યત્વ હેતુ.
જ્યોતિર્ધર! પ્રજ્ઞરૂપુ!


નશો રોપવાનો છે બસ!

સ્વસંગે મનસ્વનો ભારો ઉતારવાનો છે.
આત્માસ્થ મન એટલે કે આત્મનમાં સંધિ શોભાવવાની છે.
સ્વભાવને સમભાવમાં મૂકવાનો છે.

મનનાં અસંખ્ય ચહેરાઓમાંથી એને સાચું મુખ આપવાનું છે અને એને આમુખ કરવાનું છે.

એની અગણિત વિલક્ષણ વિવિધતાને દિવ્યતાનો નશો ચડાવવાનો છે. 

એનો હાથ ઝાલીને નિમ્ન સીમાડાઓ ઓળંગવાનાં છે.

એ કોષનું ઉચ્ચતર સ્વરૂપ જાગૃત કરવાનું છે અને એ દ્વારા જ સમગ્ર દેહ અને જીવનને સક્ષમ બનાવવાનું છે.

એનાં હથિયારો - વિચાર અને ભાવને ધારદાર અને ગ્રહણશીલ બનાવવાનાં છે અને એ દ્વારા પ્રભુનાં હાથ બનવાનું છે.


મનપ્રદેશની પોતાની જ્યોત પ્રજ્વલિત કરવાની છે જેથી એ ચૈત્યતેજને વધુ તીવ્રતાથી ઉજાળી શકે. 

ચૈતન્ય સદા એમાં સ્થપાઈ શકે.

રે મન...આભાર...

સાદર ...

- મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Dahlia
Significance: Supramentalised Mental Dignity
Tolerates no pettiness in thought turned towards the Truth.

The "Mind" in the ordinary use of the word covers indiscriminately the whole consciousness, for man is a mental being and mentalises everything; but in the language of this yoga the words "mind" and "mental" are used to connote specially the part of the nature which has to do with cognition and intelligence, with ideas, with mental or thought perceptions, the reactions of thought to things, with the truly mental movements and formations, mental vision and will, etc., that are part of his intelligence. SA

No comments:

Post a Comment