આત્મરતિ ખોલે અહં દ્વાર
સ્વ-પ્રેમ થકી કામના શૃંગાર!
સ્વ-મસ્ત સમાધિમય રાજ
મુદ્દે 'મમ'થી 'મમ'ની વાત..
રૂપ રૂડું નોંતરી સોળેવાન
પેંતરે ફસાવે, છલ સમાન!
અનિવાર્ય હદે સ્વ-સભાન
સ્વ-કેદી કલ્પના આધાર!
સ્વાસ્થ્યવર્ધક હોવું સ્વમાન
અતિશયતા, જો સ્વ-પ્રધાન.
સદૈવ સ્વ-રતિ રત રમમાણ?
અવરોધે આત્મન નિર્ધાર...
આચ્છાદન...આવરણ રચાય જ્યારે આત્મરતિ જાગે.
એક પડાવ આવે છે જ્યારે યોગ પ્રાણશક્તિનાં માર્ગમાંથી પસાર થતો હોય છે.
પણ ત્યાં અટકવાનું નથી. વધતાં રહેવાનું છે. જેટલું જરૂરી અને યોગ્ય હશે એ સ્વરૂપ સાથે વધશે. એમાં તદ્રૂપ થઈ એને ચોંટાડવાનું નથી. એમાં જકડાઈ જવાનું નથી.
પોતાની જાતની, ક્ષમતાઓની, પ્રસિદ્ધિની સભાનતા હોવી, એ પસંદ હોવી એ યોગ્ય છે અને કંઈક અંશે જીવનવર્ધક પણ!
અગત્યનું છે કે એ સપ્રમાણ હોવી.
નહીં તો અહંનાં સામ્રાજ્યમાં પ્રવેશી જાય છે. અને પોતાનાં જ સર્વાંગી વિકાસને બાધક બને છે. જ્યારે સમજાય છે ત્યાં સુધીમાં ઘણાં ઓતપ્રોત થઈ જવાયું હોય છે.
મનુષ્ય જીવન આધાર છે આત્માની કૂચ...
જે કંઈપણ એને નિલંબિત કે વિલંબિત કરે એ બધું જ આજ નહીં તો કાલે અંતઃકરણ સાથે સંવાદ માંગશે...
પ્રભુ સર્વેસર્વા ...
સાદર...
-મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૭
Flower Name: Angelonia salicariifolia
Significance: Renunciation of Vital DesiresIt has understood the futility of desires.
No comments:
Post a Comment