Sunday, 6 August 2017

સ્વીકારમાં છૂપી સંવાદિતા ...



સ્વીકારમાં છૂપી સંવાદિતા
વિશ્લેષણવિહીન સ્થિરતા
અતેથી સ્વીકૃત સ્નિગ્ધતા!
બેફિકર અફર સમદ્રષ્ટા ...

સ્વીકારમાં છૂપી ભાવચેષ્ટા
દરકાર ભરી એક સંજ્ઞા
પહેલથી પક્ષને અગ્રીમતા 
માન્ય શીરોધાર્ય પ્રસ્તાવના ...

સ્વીકારમાં છૂપી સહચરિતા
સંગ સંકેતે અવકાશ યાત્રા 
બરોબરીને પલડે, સમકક્ષા
વિશ્વાસને પ્રમાણ, ઊચ્ચ પાત્રતા ...


અહીં સર્વનો સ્વીકાર છે એટલે કેન્દ્ર સ્વકેન્દ્રી નથી પણ સ્વીકાર લક્ષી છે.

આ સ્વીકારમાં પક્વતા છે.

અહીં શંકા પર નભતો સંચાર નથી. તો આંધળો કે અંધશ્રદ્ધાનો પણ ભરાવ નથી. 

પ્રશ્નો પર જીવાતું આંતરિક વલણ નથી. તો કંઈ શૂન્ય જિજ્ઞાસા નથી.

અહીં સમય, પરિસ્થિતિ, પક્ષ, જોડાણને સ્વીકાર છે, નિષ્ક્રિય સમાધાન નથી.

અહીં વિરોધને પડકાર છે. સાશંક અવિશ્વાસને જાકારો છે.

'આ છે ... આમ છે' ... નો સ્વીકાર છે. 
એમાં  અને પછી સત્ય સંધાન શોધાય છે. 
એ શોધમાં પછી પક્ષ નથી. સ્વ પણ પર્યાપ્ત નથી. બધું જ એક તરફ છે અને છતાં પ્રગતિની ગુંજાશ શોધાય છે. દરેકમાં ઘટતું પૂરાય છે. 


પક્ષપાત નહીં સમકક્ષ સમાનતા ...

સાદર ...

- મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Cymbopogon citratus
Lemongrass
Significance: Help
One cannot help others to overcome their sorrows and sufferings unless one has overcome all this in oneself and is master of one's feelings and reactions.
The best way of helping others is to transform oneself. Be perfect and you will be in a position to bring perfection to the world.
Give yourself to the Divine absolutely, and the Divine Help will always be with you. TM

No comments:

Post a Comment