Wednesday, 16 August 2017

એક, તારું જ સંધાન ...


એક, તારું જ સંધાન નોખું 
આવરણ, અંતરાય વિહોણું...

ઉર ઊંડે સદાય સોહામણું 
સમધિક સમ સ્થિર ઓઢણું...

અદ્રશ્ય તાંતણે આત્મ જોગુ
સુદ્રઢ પોષક સ્વાસ્થ્ય ઓપતું...

સમગ્ર સરભરતું, અણદીઠું
સતત, સમાંતરે ઝળહળતું...

અંદરબહાર પૂરજોશ ખળખળતું
દર છેડો, પ્રભુ તારું જ પગેરું...


સંધાન, 
એમાં સાનિધ્ય તો છે જ સાથે લક્ષ પણ છે. સંપર્ક છે તો સતતતા પણ છે. 

બધું જ સાંગોપાંગ છે. એક છે તો બીજું આવી મળશે.

જરૂરી છે અગત્યનું છે કે એ હોવું. સંવિધાનમાં રહેવાનું પસંદ કરવું, ખેવના હોવી અને એ તંતુ સંધાય ત્યારે વફાદારીથી માણવું...

લક્ષ જેટલું ધારદાર સંપર્ક એટલો વધુ અને સંધાનનું એટલું જીવંત રહેવું...

સમર્પિત જીવનની આ જ રીતિ છે.

સંધાન જ્યારે દિવ્યચેતના સાથે ઘટ્ટ હોય અને તીવ્ર થતું જાય ત્યારે તિતિક્ષાની વાટે પ્રભુ સંનિધિ આપે અને સ્થાયી થાય...


અને,
અલભ્ય જીવનની શરૂઆત પણ...
આગમ પણ અહીં ને સમાપન પણ...

સાદર...

-મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Cattleya
Orchid
Significance: The Aim of Existence is Realised
Exists only by and for the Divine.
AIM
The true aim of life is to find the Divine's Presence deep within oneself and to surrender to it so that it takes the lead of the life, all the feelings and all the actions of the body. This gives a true and luminous aim to existence. TM

Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO VI: The Kingdoms and Godheads of the Greater Life 200
But now we strain to reach an unknown goal: 
There is no end of seeking and of birth, 
There is no end of dying and return; 
The life that wins its aim asks greater aims, 
The life that fails and dies must live again; 
Till it has found itself it cannot cease. 
All must be done for which life and death were made. 
But who shall say that even then is rest? 
Or there repose and action are the same 
In the deep breast of God's supreme delight.

No comments:

Post a Comment