Monday, 28 August 2017

આરામ, પ્રમાદ વચ્ચે ...


આરામ, પ્રમાદ વચ્ચે પાતળી ભેદરેખા!
ક્રિયા કદાચ સમાન, અંતઃવલણે ભિન્નતા. 

સુપ્ત સુષ્ક બેદરકાર બેફિકર સુસ્તતા,
પ્રમાદે વસે સ્વછંદ ઊદઘંડ માનસિકતા. 

ઊર્જા, ઊત્સાહ, ખંત સભર શિસ્તબદ્ધતા,
યોગ્ય પ્રમાણ આરામ રાખે તરો-તાજા.

અજાગૃત, નિષ્ક્રિય અવલંબિત અજારકતા
કે દેહ કાજ નિરોગવર્ધક નિયમન નિશ્રા!

જાણ ઓ માનુષ! કઈ છે નિંદ્રા અવસ્થા? 
નિશ્ચિત નિશ્ચિંત કે નિરાશ્રિત સ્થગિતતા?  


ગ્રહણશીલતાનો ભેદ છે.

આરામ ગ્રહણ ઘનિષ્ઠ બનવો જરૂરી છે. મન, મતિ સતત પ્રવૃત્તિશીલ હોય છે. નિંદ્રા દરમ્યાન પણ ભ્રમણમાં હોય છે. પણ દેહ જ્યાં સુધી સંપૂર્ણ ખુલ્લો અને તેથી ગ્રાહ્ય નથી બન્યો હોતો ત્યાં સુધી સમયાંતરે વિશ્રામ અનિવાર્ય હોય છે. દેહની ક્ષમતા પર સમય ગાળો નક્કી થતો હોય છે. પણ કોઈપણ સમીકરણોને અને સંજોગ પછી પણ, નિંદ્રા પણ, નિયમનમાં જ સ્ફુર્તિવર્ધક હોય છે. તો જ લક્ષ્યવેધી એકાગ્રતા કેળવી શકાય છે. 

ગ્રહણશક્તિનાં દ્વાર બંધ કરતી વૃત્તિ પ્રવૃત્તિ છે પ્રમાદ! એટલે કે આલસ્ય, સુપ્ત, સુષ્ક, અવિકાસશીલ અને એથી અવિકસીત સ્થગિતતા! કશુંય ઊપજી ન શકે...ફળદ્રુપતા ઘટે...સ્વ નિયંત્રણનો અભાવ ને નિષ્ક્રિયતાનો પ્રભાવ!

ક્યારેક, કોઈ સમય પૂરતું નિષ્ક્રિય હોવું એ કંઈ ખોટું નથી. એ પણ ભાવ જગતને ખાલી કરતું હોય છે. પણ અંદર એ વલણને નિભાવવું અને એને જ પ્રાધાન્ય આપવું, સક્રિય ન થવાય તે માટે ધ્યાન-ભાન હોવું અને પ્રમાદશીલતાને ટકાવી રાખવી...રોગવર્ધક અવસ્થા થઈ...એ પછી મનોરોગ, મતિરોગ, ભાવાત્મક, પ્રાણિક કે દૈહિક કોઈપણ રોગ નોતરી શકે...
પછી વિકાસ પણ ઊલટી ગતિ પકડે...


જાગૃત નિંદ્રા અને આરામદેહ સજગતા આવશ્યક ચડાણ!
એની અભીપ્સા અર્પણભાવ સાથે...

પ્રભુ...જય હો!

સાદર...

-મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Leucaena leucocephala
Lead tree, White popinac
Significance: Knowledge
Is conversant with all sides of a question, whatever it may be.

No comments:

Post a Comment