Sunday, 20 August 2017

સકારનો સહકાર...


સકારનો સહકાર લઈને ચાલ!
મન માંડવેથી નકાર ઓગાળ...

ત્રાજવે મૂકીને જરા તોલ-માપ!
શું પામીશ ધરી કડવાશ-ખટાશ?

મૂક તલવાર ને ધારદાર કટાર!
ચોખી નિયત, મીઠા વેણ અજમાવ... 

કરુણા ધરી કોઈનું રુદન પલટાવ!
દુ:ખ, પીડાનાં ઘાવ એમ રુઝાવ.

ઊપકારી નહીં જવાબદારી ઊપાડ!
મનની ક્ષમતાનો પરચો બતાવ.

અઘરાં છે સંભારણા, સંવેદન ઘાત!
પચાવી, આતમરાહનો ચીલો પાડ!

પધરાવ! આવી-ગઈ પળનાં હિસાબ! 
આત્માથી ધબક્યો. જીવન તો ધબકાવ!


સમર્પણ સંપૂર્ણ સમર્પિત થાય, સ્વીકારાય પછી સત્ય પ્રગટ થાય...

આત્માની રાહ પકડાય, સત્યનાં અજવાળે મનમાં ઊજાસ રોપી શકાય.

મનની સાચ્ચી ભૂમિકા આ જ તો છે. 
મનઘડંત નહીં પણ મઠારીને ચાલવાની...

અનુભવે માણસ ઘડાય અને સાથે મન પણ...કરુણા વરસાવતું ન થાય તો ઘડતર ક્યાંથી?

બધું પચાવી, પધરાવવામાં આવે પછી જ શાણપણ અંદરથી ઊદ્ભવે છે એમાં પછી બદલાની ભાવના કે વ્યવહારમાં કટુતા નથી હોતી પણ વિશાળતા અને વિસ્તરણમાંથી ઊગતી શાંતિ હોય છે. 

દરેક ઊણપ અને અંધકારની સામે ક્ષમતા અને પ્રકાશ સ્થાપિત કરવાનો ઊદ્દેશ્ય, વલણ અને પ્રયાસ હોય છે. મન કોઈ એક પક્ષમાં ન રહેતાં સર્જનાત્મક વાતાવરણ રચવાની ઝુંબેશમાં!


રહે છે ફક્ત સકાર સહીયારી સકારાત્મક કૂચ!

સાદર...

-મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Calliandra haematocephala
Red powderpuff
Significance: Wisdom in the Physical Mind
A first step towards the Supramental manifestation upon earth.

This huge material universe became 
A small result of a stupendous force: 
Overtaking the moment the eternal Ray 
Illumined That which never yet was made. 
Thought lay down in a mighty voicelessness; 
The toiling Thinker widened and grew still, 
Wisdom transcendent touched his quivering heart: 
His soul could sail beyond thought's luminous bar; 
Mind screened no more the shoreless infinite. 

Savitri
BOOK I: The Book of Beginnings
CANTO III: The Yoga of the Soul’s Release 33

No comments:

Post a Comment