Tuesday, 8 August 2017

સમય શાશ્વતને દે ...


સમય શાશ્વતને દે એક અંકુરિત પળ
રોપ એમ એક એક! લઈ પળેપળ પ્રણ!

ન નિહત્થો ! બસ! જીવ તું નિહિત પળ 
ઊગશે ઘેઘૂર, વિસ્તૃત! જોજે મહીંથી જણ

ખેંચી લે પોષણ-પૂરણ, થકી દર પળ 
પાંસરો નીકળશે માંહ્યલો, ખંતીલો સબળ!

ધબકારમાં થડકાર બની પડકારે પળ
અડગ અફર ચિત્ત ને ધરજે અંતરે અમન!

સીંચ ધગશ યત્ને ને એકાગ્ર નિષ્ઠ પળ
ખરો ક્યાસ મહીં, આંતરબળ હંફાવે સમય!

તો હાથમાં હશે રણકતી એકેક જીવંત પળ
ને ખુદમાં ખુદ થકી ખુદનો થશે પરિચય!


 તાકાત, બળ, મજબૂતી ... 
અંદરુની શક્તિ છે. વ્યક્તિમાં છે ...
જોડાણ નથી કે નથી જોડવાની ... 
સ્વયંભૂ સુપ્ત સક્ષમ ...

જાતને ચારેકોર અસંખ્ય મુદ્દાઓ અને વળગણોમાં ફેલાવી ખોવાઈ જવાથી આ શક્તિ સંપર્ક શક્ય નથી.

સમયની ગતિમાંથી થોડા છૂટા થવાનું છે, થોડા જુદા ... એમ સહેજ દૂર ઊભા રહી પળને, પળપળને નિષ્ઠાથી જોડવાની છે ... પૂર્ણ ન્યાય, ધ્યાન, સભાનતામાં યોગ્ય પ્રયત્નથી મૂકતા જવાની છે.

એ એક ક્ષણિક સાચ્ચું સંધાન જ ભલભલું ઊગવી શકે છે. અંકુરિત બીજ જ બીજાં અંકુર પ્રેરે છે શક્ય બનાવે છે. જરૂરી છે એકવાર વાતાવરણમાં એ તત્ત્વને સ્થાપવાની ... એ વલણ ધરવાની ... એનો અમલ કરી શકવાની ...

પછી એવું કશું જ નથી જે અટકાવી શકે, અવરોધી શકે કે હરાવી શકે ...


ફક્ત અંતરઅવાજ બહાર પળને અને અંદર સાચ્ચા જણને જગાવી જાય છે ...

ખુદને ખુદની ઓળખ! 

સાદર ...

- મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name:Tradescantia zebrina [Zebrina pendula]
Wandering Jew, Inch plant
Significance: Strength
Quite Strength in the Vital

A strength of the original Permanence 
Entangled in the moment and its flow, 
He kept the vision of the Vasts behind: 
A power was in him from the Unknowable.
Savitri
BOOK I: The Book of Beginnings
CANTO III: The Yoga of the Soul’s Release 22

No comments:

Post a Comment