Thursday, 31 October 2019

નાનો પણ હોવાનો પુરાવો...


આ તો પ્રદેશ, મા! વધતો ચાલ્યો,
જયાં પ્રભાવ વધતો સાચ્ચે તારો...

દેશ પ્રદેશ કે સરહદ સીમાઓ
સર્વત્રે આ તો આવિર્ભાવ દેખાતો...

મનબુદ્ધિને સમજમાં હતા અંદાજો
હવે તો નજરમાં ભરાઈ રહી હકીકતો...

જ્યાં જાઓ, જુઓ ત્યાં કંઈક વર્તારો
નાનો અમથો પણ તારાં હોવાનો પુરાવો...

ક્યાં એવું કંઈ જેમાં જુદું કે અલગાવો
મૂળમાં તું જ! નિ:શંક! નિ:શેષ હારમાળો...

ખરી તારી સૃષ્ટિ ને શક્તિ કરે કરામતો!
માનવ ક્ષમતાથી ‘મોરલી’ અનુભવી રહે આભારો...

વંદે જગતમાતે!

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Cassia roxburghii
Significance: Refinement of Sensations
Manifold, complex, perceiving the variety of details.

Wednesday, 30 October 2019

આપણ બેલડી અલૌકિક...


હે દિવ્ય મા! તું ને તુજ દીધી શીખ
સદાય રહેશે મુજ ભીતરે સ્થિત
સંજોગ સંગાથ સ્થળ સમય દ્વિજ
તવ સ્થાન ધ્યાને હશે સુપેરે પ્રાથમિક

બસ! રહું મા, દિનરાત પ્રમાણિક
આટલો અલગાવ પણ ઓગળે કોકદિન
ન વીસરું સત્યનિષ્ઠા ને તવ પ્રીત
જે બદલામાં દીધી તેં અમૂલ્ય અપ્રતિમ

બસ મા! રહું ખુલ્લી સાફ સાચદિલ
સમાજ સંસારની ન ચડે રીત શીથિલ
વિદારતી રહેજે તું ચડે જો પટલો મિશ્રિત
શુદ્ધિની સમૃદ્ધિમાં અકબંધ આપણ બેલડી અલૌકિક...

જય મા!

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Beauty of Supramental love (Flower of Auroville)
It invites us to live at its height






Tuesday, 29 October 2019

ચડે પગથિયાં પગથિયું ...


પગથિયે પગથિયે ચડે પગથિયાં પગથિયું
એક એક પગથિયે ચડતું ચડાવે પગથિયું

બ્રહ્માંડ દ્રષ્ટિએ માત્ર રમકડું એ પગથિયું
કુદાવો કે ટૂંપો રચાતું રહે નવલું પગથિયું

ચડતી ઉતરતી ગતિઓનું પ્યાદું પગથિયું
પગલું મૂકે એ જાણે ચડત હેવાયું પગથિયું

માપદંડ ને ગુણવત્તાનું આગ્રહી શિક્ષક પગથિયું
ચડતરનાં ઘડતરમાં પક્વતાને પૂજતું પગથિયું 

ભોંયરે કે ઓટલે સંજ્ઞામાં બિરાજે પગથિયું
મર્મ ઝીણો ઊંડો ખેંચી મૂળે વણાવે પગથિયું

ચડતાં પહેલાં જરૂરી જડવું હાલનું પગથિયું
આપી છલાંગ પચાવડાવે જડજડ્યું પગથિયું

જીવનપર્યંત અંતરંગ સાથી સહ્રદયી પગથિયું
તાદામ્યનું એક અટૂલું ‘મોરલી’ સાક્ષી પગથિયું...

આભાર...

ઓક્ટોબર ૨૦૧૯


Flower name: Arctotis venusta
Blue-eyed African daisy
Significance: Cheerful Endeavour
The joy that one finds in the effort towards the Divine

મળ્યો પ્રસાદ ...


ધન્યવાદ!

પૃથ્વી પર છું મહત્વનું ભાન
આત્માનો સમજથી મળ્યો પહેલો પ્રસાદ,

મહામૂલું જીવન મળ્યું વિના વિષાદ
આત્માનો વ્યવસ્થાથી મળ્યો બીજો પ્રસાદ,

અત્યારમાં જીવું વગર ભાવિ ભાર 
આત્માનો આશ્વાસનથી મળ્યો ત્રીજો પ્રસાદ,

દર ઘટમાળ પાછળ પ્રભુ પહેરેદાર
આત્માનો સંદર્ભથી મળ્યો ચોથો પ્રસાદ,

કર્તવ્ય જન્મ આવ્યો છે પૃથ્વીકાજ 
આત્માનો પુષ્ટિથી મળ્યો પાંચમો પ્રસાદ,

પ્રકૃતિ પુરુષ અન્યોન્ય પણ પુરુષ પ્રધાન
આત્માનો અનુભૂતિથી મળ્યો છઠ્ઠો પ્રસાદ,

શક્તિ ને પ્રભુ ધરે છે પ્રકૃતિ ને પુરુષ સ્થાન
આત્માનો બાંહેદરીથી મળ્યો સાતમો પ્રસાદ,

પ્રભુ સંચાલિત શક્તિમાં માનવજીવન ઉત્તમપ્રદાન
આત્માનો દ્રષ્ટિશક્તિથી મળ્યો આઠમો પ્રસાદ,

સર્વે ચડાણો માટે સમર્પણ એટલો સરળ માર્ગ
આત્માનો નિયમિત નિષ્ઠ ક્રમથી મળ્યો નવમો પ્રસાદ,

પ્રત્યેક પ્રસાદને પચાવતો વહે હ્રદયથી આભાર
આત્માનો સ્વભાવ પાઠથી મળ્યો દસમો પ્રસાદ,

કંઈ કેટલાં ગણાવેમોરલી’! અવિરત તવ ભેટ અમર્યાદ...
શ્રી પ્રભુ, શ્રી મા ... ધન્યવાદ! અર્પણમાં મૂકું આવિર્ભાવ...

ધન્ય ધન્ય પ્રભો...

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Cordia sebestena
Geiger tree 
Significance:Adoration 
Manifold, smiling regular, it offers itself tirelessly.



Sunday, 27 October 2019

જન્મદિને મળતો અધિકાર...



“હે આત્મા, તું જે છે ‘મોરલી’માં
પ્રગટ પ્રખર તું પરમાત્મા પ્રમાણ!

દેહધરી જન્મ લીધો આ જન્મમાં
આમુખ થા સતરંગે શ્વેત સોનાર!

આ ભવ ગૂંથાયો જે ભ્રહ્મ યજ્ઞમાં
પૂર્ણ પામો ને સંસારે સંયોજન ખુશહાલ!

આજ ‘તું’ ને વિક્રમ સંવત સાથમાં
સાંકેતિક યુતિ! ઘડવા નવનિર્માણ!

નવ વર્ષે, જન્મદિને નૂતન નાવિન્યમાં
નવસર્જનથી બક્ષો પૃથ્વીને ઉલ્હાસ!”

શાશ્વતી, ભૂમિ, આત્મન સંયોગમાં
વંદું  અહીંથી, એ ત્રિપુટીને જે થઈ ચરિતાર્થ...

પ્રભુ, આજ તો ખુલ્લા તવ દ્વાર
જન્મદિને મળતો અધિકાર...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Blossoming of the New Creation (Blossoming of Auroville)
The more we concentrate on the goal, the more it blossoms forth and becomes precise.

Saturday, 26 October 2019

દિપાવલીએ નવી શરૂઆત ...



દિપાવલીએ કર એક નવી શરૂઆત
કાળરાત્રિનાં અનુભવને ન વેડફાવ

જ્યોત એવી એક પ્રખર જલતી રાખ
ભલભલાં પલટાય સ્પર્શતાને સાથ

ફક્ત સંપર્ક થવો અનિવાર્ય, આપોઆપ
ને પૂર્ણ થવું, શુદ્ધિમાં જે તે જરુરી કાર્ય

બસ! દીપ પ્રાગટ્ય, જ્વલિત રહે, બારેમાસ
પ્રજ્વલિત રહે જ્વલનશીલ જ્યોત સભાન

નિરવતા નિષ્ઠાનો પોષતો પૌષ્ટિક ખોરાક
નિશ્ચિંત થઈ બસ! પ્રગટાવતો રહે તેજધાર

એ દીપજ્યોતથી જોજનો પ્રકાશ પ્રસરાય
ને સાર્થક આ ક્ષણ જે અવતરતી વહેંચાય...

પ્રભુ નિરંતર...સર્વ મંગળ સમસ્તકાજ...

શુભ દિપાવલી!

ઓક્ટોબર ૨૦૧૯


ગત વર્ષોએ પ્રકાશિત શુભ દિપાવલી...

અમાવસ્યા દીધી અપ્રતિમ લ્હાણી
ચંદ્રદેવે લીધી જાણે મહાસમાધિ!
ગગન ઓઢે તારલાંમય ભાંતિ
સૃષ્ટિ સમસ્ત રહે નજારો નિહાળી...

એ આવી દિપાવલી...દિપાવલી!
પશ્ચાત કાળરાત દિન શુભદાયી.
નવીન સમાસો રચે કુદરત કરામતી
ઉત્સવમય ધરતી ને આભ શ્યામધારી...

ઉજવ ધરા! આ તિમિર છે દિપોત્સવી.
પૂંઠે ધરી આવે કેવાં ભાવ હિતકારી? -
મને હો શ્વેતપ્રકાશિત ને હૈયાં દીપતેજસ્વી.
ઉજળાં, પ્રેરણાત્મક ઉદીપકો, રહે જીવનમાર્ગી...

માત મહાલક્ષ્મી, પધારો...પધારો...
ધન્યી ધરા અને 'મોરલી'...
*નવેમ્બર, ૨૦૧૮


યુગે યુગે તિમિર ફૂંકે રણશીંગા
તેજ ધરે વિજયકૂચ સમગ્રતયા...

અહમી અસૂર રાવણ કે નરકા
શ્રી કે શક્તિ, દૈવત્વ ધરે મહાકાળા...

જય-પરાજય અંતે અહં ગાથા
દ્વિપક્ષ, પક્ષપાત શક્ય સંભાવના

વિદીત છે એ યુદ્ધ વિચારધારા
સકાર-નકારની ચૂંટણી ને જીતકારા

આજ દિપાવલીએ નમ્ય અભ્યર્થના 
બ્રહ્માંડ સમક્ષ વંદન સહિત યાચના!

નિર્મૂળ હજો સદંતર મનોપ્રાણિક વિકારા
સઘળાં સંહારક અંતઃકરણ આતમછેટા!

દીપ પ્રગટાવે હૈયે આજ સત્ય પારણાં 
સંચાલક સર્વસ્વમાં રહો પ્રેમ સંવાદિતા...

શુભ દિપાવલી...

ખરી ખરી પ્રકાશપર્વ ઊજવણી ત્યાં છે જ્યાં અંતઃકરણ મોકળા છે. વિસ્તારને આવકાર છે. 

દિપાવલીનાં દીવડાંની હાર જ્યારે ફક્ત આંગણા જ નહીં પણ મન જરુખેથીયે ડોકાશે...ઉત્સવની સાચી શરૂઆત થશે...

પછી દિવાળી તહેવાર ન રહેતાં યુગ બનશે...પ્રકાશની હસ્તિ જ્યારે અસ્તિત્વો ધરી ચાલશે...ત્યારે પૃષ્ઠભૂમિમાં અંધકાર નહીં હોય...તેજને ઊપસવા માટે અંધકારનો આશરો નહીં લેવો પડે...તેજસ્વીતા તેજથી જ તેજસ્વી હશે અને બનશે...

આ દિન એવા દિપકને અર્પણ...

જય હો...પ્રભુ!

સાદર...
*ઓક્ટોબર, ૨૦૧


આજ અમાવસ્યાને તું સજાવે,
દીપે દીપે સૂર્યશક્તિ પ્રગટાવે.

દિવાળી  તિમીરને વધાવે,
દિન દીપજ્યોતે તું જ ઊજાળે.

ઉત્સવ, અંધરાત્રિનો ઊજવાવે,
તેજપુંજ ધરી તું જ શણગારે.

તારો જ પ્રતાપ, દિવ્ય પ્રકાશે,
મા, શ્વાસે શ્વાસે આશ જગાવે.

હે જગતજનની, સંજીવની હે!
નિશાધાત્રી તું જ, તેજસ્વીની હે...

'મોરલી' શત શત નમન... મા!

આ ભારતવર્ષ છે.
અહીં અંધકારનો પણ પર્વ હોય છે.
એની ઉજવણીમાં જ એનો ઊજાસ પણ હોય છે.

કંઈક જિંદગીઓનાં કંઈ કેટલાય અંધકારો આ દિપાવલીની રાતે ઓગળતાં હશે.
માનવ હ્રદયની આસ્થા અને શક્તિ પ્રત્યેનો ભક્તિભાવ, અસંખ્ય ઊચ્છ્વાસોમાં, કંઈક કેટલાય નવાં શ્વાસો રોપાતાં હશે.
ઊત્સવનાં આગમન અને ઉજવણી, કોઈ કેટલાય પરિવારો અને સંબંધોમાં પ્રકાશની પધરામણી કરાવતાં હશે.
સંવાદિતાનું સામ્રાજ્ય પૃથ્વીપટને આમ જ સ્પર્શતું અને એમાં સ્થાયી થતું હશે.

દિવ્યશક્તિનાં ચારેય સ્વરૂપો,  દિપાવલીની ઊજવણીમાં વણાયાં છે અને એટલે સમસ્ત પ્રદેશ એનું મહત્વ માને છે. એને વધાવે છે અને એમની કૃપાશક્તિને પૃથ્વી પર વધુ સુદ્રઢ બનાવે છે.

અમાવસ્યા પણ નાનાં નાનાં દીવડાંઓ સામે હારવાનું પસંદ કરે છે અને મનુષ્યને જતાવે છે કે તારાં ઊદ્ધારમાં હું સાથે છું. 
આપણે બંને સાથ સાથે પ્રકાશને ફરજ પાડીશું, 
અવતરવા માટે...

અમાસરાત્રિને દીપ પાગટ્યમાં પલટાવનારી દિવ્યશક્તિસ્વરૂપા જ હોઈ શકે.
આ સ્તરે પ્રભુની લીલા નહીં, પ્રભુની દિવ્ય- નિર્મતશક્તિ જ હોઈ શકે...
શુભ દિપાવલી...
*ઓક્ટોબર, ૨૦૧૬


હે મહાકાળી, તવ અસર સર્વવ્યાપી,
ક્યાંય અહિત-અસૂર સંહાર નથી બાકી!
... હે મહાકાળી, તવ...

ચોમેર મા, બસ પ્રજ્વળે સત જ્યોતિ,
ક્યાંય અંધકાર રહ્યો નથી વ્યાજબી !
... હે મહાકાળી, તવ...

સર્વત્ર મા, બસ પ્રગટે દીપ ઝગમગી,
ક્યાંય છાયાની છાપ નથી કાળીરાતી!
... હે મહાકાળી, તવ...

અહીં-તહીં, બસ ઝબૂકે વાટ ટમટમતી,
ક્યાંય ધુંધળી ઝાંય નથી અડછણતી!
... હે મહાકાળી, તવ...

પળેપળે જ્યાં બસ ઊદય શ્વસે, ઊગેરવિ,
'મોરલી' ક્યાં રહ્યો વિકલ્પ પ્રકોપકાલી?
... હે મહાકાળી, તવ...
*નવેમ્બર, ૨૦૧૫


Flower Name: Castanospermum australe
Moreton bay chestnut, Australian chestnut, Black bean
Significance: Mind of Light Acting in Matter
A powerful aid to progress.

Friday, 25 October 2019

Just waiting!


What a wide timeline
For the Universe and it’s device!
With precision and perfect time...

Everything that exists 
In form force and faculty,
Each is given its due time!

To live as it is in surmise
Or ask for: to ignite the light
Take a call or wait for the turn time!

It’s alright! Lord is not in a hurry
To erase or undo. With all his might! 
Just waiting! Patiently in time…

Lord... the Power...

October 2019


Flower Name: Operculina turpethum
Wooden rose
Significance: Call of the Divine Grace
Not loud but persistent and very perceptible to those who know how to listen.

Thursday, 24 October 2019

પારદર્શક જાણે સઘળું...



સકળ વિશ્વ છે તારું વરદાન
કણ કણમાં તારો ઠસોઠસ વાસ
ક્ષણ ક્ષણમાં શ્વસે તું શ્વાસ
તસુ તસુએ તારો આવિર્ભાવ...

અવિરત તારી હસ્તિ નિતાંત
પળ પળમાં તારાં ઘડ્યાં ધબકાર
તંતુએ તંતુએ તેં રચ્યું જોડાણ
પલક ઝપકમાં તું પલટેઅત્યાર’...

સર્જન અઢળક કરી બેબાક
તું રચે સૃષ્ટિ ચોકોર બેમર્યાદ
અલટપલટમાં પણ સતત સાંગોપાંગ
કાળચક્રને ગતિનું કરાવે ભાન...

અહો! ધન્ય ધન્ય ભવ ભાગ
સભાનતામાં જીવંત જીવ સ્નેહાળ
પારદર્શક જાણે સઘળુંઆમથી આમ
સર્વકંઈમાં ડોકાય તું, તારી હાજરી લાજવાબ!

પ્રભુ પ્રણામ...

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Significance: Blessings on the Material World

Puissant and innumerable, they answer all needs.