Thursday, 19 June 2014

Leads self to act...

Not only thought process that creates results
But when something tiny powerful,
Germinates from the heart that
Leads self to act in particular way or another…

Not only change of though,
Always can create but also support of
Emotion, imagination and intend which 
Leads self to act in particular way or another…

Better to find Fun, in any
Situation, though entitle to judge or grudge
But separate the self right there and let in,
Leads self to act in particular way or another…

No thought in one’s hand or control after a point,
So let them be in their world, and
‘Morli’ from world of heart, let the Self
Leads self to act in particular way or another…

-         Morli Pandya
June 19, 2014


Wednesday, 18 June 2014

‘અર્ચના’ અને હે દિવ્ય મા!

એનું જીવન-રક્ષણ તમે છો, ને
દરેક ક્રિયા-કર્મ-કર્તા પણ તમે !

સંબંધોમાં સગપણ તમે છો, ને
માન-સન્માન-મર્યાદા પણ તમે જ!

હવે તો એનું સંપુર્ણ વિશ્વ તમે છો, ને
ચાંદ-તારા ને સૂર્ય પણ તમે જ!

ફક્ત દોહિત્રો-દોહિત્રી જોતાં, આંખોમાં ચમક સાથે મૂંગા આશીર્વાદ છે!
બાકી સર્વે જણ; પરિજન કે પરિચિત હવે એને તમ સ્વરૂપ જ છો!

અર્ચનામાના ખોળામાં લીધેલ આ જન્મ છે,
એથી જ તો જીવંત જિંદગી ને જીવતરની શીખ છે!

લો, આ મૂક્યો અમે, એ સંબંધનો તંતુ,
ને સોંપ્યો તમને એ રુણનો દરિયો

પામે એ દિવ્ય આત્મા! મુક્તિ તમ દિવ્ય શાંતિ કૃપાપ્રભાવ કેરી,
ને માતારો વ્હાલો ખોળો, હેત-વાત્સલ્ય-સત્ય-પ્રકાશથી ભરેલો!

હા!...મજબૂત છે માતમ સાથે આ જન્મદાતા-માનું જોડાણ-અનુસંધાન,
ને અમે મોરલી બસ! નતમસ્તક તમો બંનેને; અર્ચનાઅને હે દિવ્ય મા!

-         મોરલી પંડ્યા

જૂન ૧૭, ૨૦૧૪

Monday, 16 June 2014

રોજેરોજ...ફરી...ફરી...

મા
આજ તો તારી સ્તુતિ ગાન ગાઉં,
આજ તો તારાં ચરણો પ્રક્ષાલું,
આજ તો ફરી તારી ચરણરજ માથે ચડાવું,
આજ તો તારાં આશીર્વચનનાં વરસાદમાં નહાઉં,
આજ તો તમ દીધેલ કૃપાપ્રસાદ માણું,
આજ તો તમ બક્ષેલ જીવનમાં ઓળઘોળ થાઉં,
આજ તો ફરી આ અહોભાગ તમ સાથનું, અસ્તિત્વમાં મમળાવું,
આજ તો દરેક ક્ષણમાં, તારાં પ્રકાશમાં સમાઈ જાઉં,
ને મોરલી રોજેરોજ...ફરી...ફરી...
પ્રણામ...આભાર...મા!

-         મોરલી પંડ્યા

જૂન ૧૫, ૨૦૧૪

Sunday, 15 June 2014

...થવાની વાર...

હવે તો રાધા થવાની વાર,
હવે તો મીરાં થવાની વાર,
તારી ચેતનાનાં જોડાણને, બસ! મજબૂત થવાની વાર

હવે તો પાર્વતીની વાટે,
હવે તો રુક્ષ્મણિની વાટે,
તારી ચેતનાનાં જોડાણમાંબસ! હવે બ્રહ્મમય થવાની વાર

હવે તો પ્રેમને ટેકે,
હવે તો શાંતિને ટેકે,
તારી  ચેતનાને બસ! કૃષ્ણમય થવાની વાર

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૪, ૨૦૦૮

Saturday, 14 June 2014

વ્યક્તિ છો, વ્યાખ્યા નહીં...

કશું-બધું વ્યાખ્યામાં ન બાંધશો,
નહીં તો, એને બદલતી રાખજો,
એને ભૂલીને, નવી બનતી રાખજો,
એને વહેતીફાંટામાં વહેંચાતી રાખજો,
સમય સાથે બદલાવમાં, બદલતી રાખજો,
એના પરિઘને મોકળાં ને ખુલ્લાં રહેતાં, રાખજો,
એને મનનાં માપદંડ ને પ્રમાણમાં બિન-મૂલવતાં રાખજો,
એ પરિવર્તનમાં જાત નહીં, વ્યાખ્યા બદલતી રાખજો,
એ બદલાયેલીને પણ, મોરલી રેલાવતી રાખજો,
વ્યક્તિ છો, વ્યાખ્યા નહીં, વિલીન થતી રાખજો...

-         મોરલી પંડ્યા
જૂન ૧૪, ૨૦૧૪


Friday, 13 June 2014

Step Back!



In the middle of the ‘happening’,
View it like a picture and
For a while, Step Back!

Look, as a photo frame on the wall,
Observe the mood and the characters, including you and
For a while, Step Out!

Be a director of your own role in the ongoing play,
With much clarity and an intend to enhance the ‘show’,
After a while, Step In!

Slowly, give your best as per situation,
Just move on with; Pass! Compassion! or Firm Stand!
Within a while, ‘Morli’ Step Further…Step Back…Step Ahead…

-         Morli Pandya
June 10, 2014


Wednesday, 11 June 2014

સાચ્ચે જ બધું ગોઠવતી?

મા

રોજ કેટલી બુદ્ધિઓ રાહ જોતી,
પુરાવો શોધતી, વિશ્વાસ કરવા ઈચ્છતી,
કે તું શું સાચ્ચે જ બધું ગોઠવતી?

ઈન્દ્રિયો જો આરામમાં ને શાંત સક્રિયતામાં જેવું બનતું વલણ,
જે આપમેળે, જે પ્રભુ-પ્રભાવી! ને બસ બધું સમજાવા લાગતું,
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!

શરતી મન પાછું ઠેલવે,
એ સમયમાં જીવતા થવાનું, ગમે તે ભોગે રોકે,
ને એ પણ જાણે પૂર્વનિયોજન તારું, પછી સમજાતું કે
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!

ને પછી વિશ્વાસ સમજાવે જ્યારે કે
ક્યારેક દરેક જણ-જીવ-આત્મા આમ જ અનુભવવાનો!
ત્યાં બધાં બંધનો સોંપી, એ ઠોસ આધાર-સમજમાં બધું સ્વીકારાય
ને પછી અનુભવવાય મોરલી કે તું સાચ્ચે જ બધું ગોઠવતી


-         મોરલી પંડ્યા

જૂન ૧, ૨૦૧૪

આકાશ સમાંતરે...

આકાશ સમાંતરે વિસ્તરેલી ધરતી,
નદી, ઝાડ, ડુંગરા, ખેત, રસ્તા, માનવજાત ઊંચકતી...

અમાપ ફેલાયેલી છતાં વિભાજીત,
તસુ-એ-તસુ વપરાયેલી છતાં ઘટ વરતાતી

અમીટ માંડી રહો! આકાશને સ્પર્શતી, એમાં મળતી દેખાતી,
પણ આ! અહીં, ઊભા ત્યાં - ઠોસ, મજબૂત, પોતાના અલગ અસ્તિત્વનું ભાન દેતી

નમન ધરતી! વંદુ હ્રદયથી! મોરલી
તમે સ્થાન દીધું, તો શક્ય, અંબર ઊડાન માણે, આ અંતર પંખી!

-         મોરલી પંડ્યા

જૂન ૭, ૨૦૧૪

Tuesday, 10 June 2014

પ્રભુનાં પ્રદેશમાં...

પ્રભુનાં પ્રદેશમાં કશું, ક્યાંય જતું નથી,
સાચા-ચોખ્ખા થઈ આપેલું ક્યાંય નડતું નથી

પછી તો પ્રભુ છે જ, રોકી લે છે સહુ સંઘર્ષ-ઘર્ષણ,
આપવાના ભાવથી આપેલું, અનેકગણું થયા વગર રહેતું નથી

આ તો ચેતના છે પ્રભુ કેરી! સમત્ત્વ સમજાયા વગર રહેતું નથી,
ફક્ત; મનઘડંત કે પ્રાણપર્યંત કશું મળતું નથી

માણસ તો નિમ્ન! ભટકતો, ભૂલતો!
અર્પણ મહત્તમ! એ સિવાય કોઈ લક્ષ્યાંક જીવાતું નથી

કોઈ ગમે તે ધારે, ઈચ્છે! કંઈકનું કંઈક - એક નહીં તો બીજું - યોજે,
અહીં પ્રભુ નિર્મિત સિવાય કશું બનતું નથી

ચિંધશે રાહ, દેશે ઊત્ત્થાન ને પામશે ઊન્નતિ, એ જણ ને જીવતર!
પ્રભુપ્રદેશમાં બધું બસ! ઊભરાતું, ‘મોરલી કશું ક્યારેય ખૂટતું નથી

-         મોરલી પંડ્યા

જૂન , ૨૦૧૪

Monday, 9 June 2014

Once merged in Divine, Now Union with Divine…



Offer all mind, vital, heart with entire set of elements,
As strong needs and feels by – to be merged - the self…

Then harmonising one by one with greater power and clarity,
Slowly and gradually through same renewed, The Self…

Now emerged after merged, Once again; back to original,
Ready to be united with the Divine as the new, The Self…

Now mature instrument in union for every action, even tiniest,
Now living in, within and with ‘Morli’ as unit of the Divine Self…

-         Morli Pandya

June 9, 2014

Sunday, 8 June 2014

વંદન મા ભગવતીને!



નવજાતથી આત્માની સફર
સામાન્યથી સમજ-શાણની સફર
વ્યક્તિથી માધ્યમની સફર
નગણ્યથી સાધનની સફર
સંસારથી તમ સાથની સફર
હ્રદયઅંગથી તમ હ્રદયવાસની સફર
અર્પણથી ઊર્ધ્વિકરણની સફર
મનુષ્યથી તમ નિર્ધારીતસ્વરૂપની સફર

કોટી કોટી નમન! વંદન! હેશ્રીમા ભગવતી!

-         મોરલી પંડ્યા
જૂન ૨, ૨૦૧૪


Saturday, 7 June 2014

ઝૂકશો, તો નમ્રતાને...

ઝૂકશો, તો નમ્રતાને વધુ એક જીવન મળવાનું,
એમાં કોઈનું કંઈ નથી જવાનું...

અહંકારને નહીં ગમે નમવાનું,
એને તો રહેવું પત્થર, ગમે તે સંજોગ કે ભોગે,
એનું ક્યાં કંઈ જવાનું...

સર્વને સમજાય, માણસનું મન એમાં જકડાયેલું,
એટલે જ, ઝુકો, તો દેખાય, માણસ કેટલું કેળવાયેલું,
અન્યોનાં આપેલ સન્માનમાં મળે ઊઠવાનું...

આ તો સમજમાંથી નીકળતી ટેવ,
માણસ ગમે તે સમયે, ઊંમરે નક્કી કરે ને મોરલી
એ નિર્ધાર જ પૂરતો! એમાં લચીલું વલણ એને આવી મળવાનું


-         મોરલી પંડ્યા

જૂન ૭, ૨૦૧૪

Friday, 6 June 2014

ચિંતન કે પોકાર?


મા, આ ચિંતન કે પોકાર?
તમને સોંપ્યું પછી ક્યાં વર્ગીકરણ, હવે ફક્ત આવકાર!

સારું-નસું, ગદ્ય-પદ્ય ક્યાં રહ્યું?
હવે ફક્ત સ્વાગત-સત્તકાર!

ક્યાં ક્યારે, આવ્યું-ગયું ક્યાં રહ્યું?
હવે ફક્ત એકધાર!

કે તે, આમ કે તેમ ક્યાં રહ્યું?
હવે ફક્ત ક્રિયા, ન કર્તાવિચાર!

હવે તો ફક્ત એકાગ્રતા, નિરુદ્દેશ તટસ્થતા!
બસ! મોરલી ગ્રહણકર્તા એકાકાર!

-         મોરલી પંડ્યા

જૂન ૩, ૨૦૧૪

Thursday, 5 June 2014

સતત રહેતું…

એક અનુસંધાન સતત રહેતું
એક તેજધારમાં એ સતત વહેતું રહેતું
કૂંપળ કોમળ થઈ સતત એ ફૂટતું રહેતું
નવીન દિશા ભણી સતત એ ખુલતું રહેતું
યથાયોગ્ય સતત એ જોડતું રહેતું
યથાશક્તિ સતત એ ઝિલતું રહેતું
એ જણ-ક્ષણ-કણ હરતું, સતત જીવતું રહેતું
માણસ મટી બસ તંતુ બનતું
આ રહી ગયો છે બસ છેડો!મોરલી ને
એ અનુસંધાન સતત મજબૂત બનતું રહેતું

-         મોરલી પંડ્યા
જૂન , ૨૦૧૪


Wednesday, 4 June 2014

...જિંદગીની હસ્તિ છે...

કોઈ રોશનીથી ચમકશો નહીં,
અહીં તો વીજ કપાતની સ્થિતી છે.
કોઈ લાગણીમાં મહાલશો નહીં,
અહીં તો ઓટની વકી છે.

કદી ટોચે બિરાજશો નહીં,
અહીં તો જ્વાળામુખીની મતિ છે.
કદી ક્ષણને પકડશો નહીં,
અહીં તો પળ-પળની ગતિ છે.

કદી રણમાં પાણી ઈચ્છશો નહીં,
અહીં તો મૃગજળની ઉત્પત્તિ છે.
કદી વચનમાં શ્રધ્ધા રાખશો નહીં,
અહીં તો જૂઠોની વસ્તી છે.

કોઈ વહેણમાં તણાશો નહીં,
અહીં તો સંકટની ઊપસ્થિતિ છે.
કોઈ પરિસ્થિતિમાં ડગશો નહીં,
એ જ તો જિંદગીની હસ્તિ છે.

- મોરલી મુનશી

ઓગસ્ટ , ૭ ૧૯૮૭

Tuesday, 3 June 2014

You lift…

If not YOU than for human, who else?

In the midst of discord and hatred,
You give patience and
In Your Love, You lift…

In middle of verbal and ignorant war,
You give calmness and
In Your Peace, You lift…

In trap of cloud and veil of illusion,
You give a flame and
In Your Light, You lift…

Still retain one humble, open, receptive, focus
And above all Beloved,
If not YOU than who else ‘Morli’ can lift?

-         Morli Pandya
May 31, 2014


Monday, 2 June 2014

'Touch of Light'



Thanks everyone, present at the event and also those regular readers, blog visitors, well wishers! 
One can contact through Facebook or this blog spot for copy of the book.
Grateful as Always...

- Morli Pandya

Sunday, 1 June 2014

સિવાય ક્યાં કોઈ...


પ્રભુ સ્મરણ સિવાય ક્યાં કોઈ અવકાશ છે!
તારા માર્ગદર્શન સિવાય ક્યાં કોઈ માર્ગ છે!
હરપળ એક સંકેત! ઝિલવા સિવાય ક્યાં કોઈ કામ છે!
તમ સમજાવ્યો રાહ પછી એ સિવાય ક્યાં કોઈ ધ્યાન છે!
જ્યાં જ્યારે જરૂરી તમારા સિવાય ક્યાં કોઈ આધાર છે!
ધું જ તારું રખવાળું એ સિવાય ક્યાં કોઈ સુરક્ષિત સાથ છે!
તમ ચરણો નિમગ્ન, સિવાય ક્યાં કોઈ બીજો નિર્ધાર છે!
અહોભાગમાં ઓતપ્રોત! એ જ તો મૂળે મોરલીરહ્યો અહોભાવ છે

- મોરલી પંડ્યા

જૂન ૧, ૨૦૧૪