મા…
આજ તો તારી સ્તુતિ ગાન ગાઉં,
આજ તો તારાં ચરણો પ્રક્ષાલું,
આજ તો ફરી તારી ચરણરજ માથે ચડાવું,
આજ તો તારાં આશીર્વચનનાં વરસાદમાં નહાઉં,
આજ તો તમ દીધેલ કૃપાપ્રસાદ માણું,
આજ તો તમ બક્ષેલ જીવનમાં ઓળઘોળ થાઉં,
આજ તો ફરી આ અહોભાગ તમ સાથનું, અસ્તિત્વમાં મમળાવું,
આજ તો દરેક ક્ષણમાં, તારાં
પ્રકાશમાં સમાઈ જાઉં,
ને ‘મોરલી’ રોજેરોજ...ફરી...ફરી...
પ્રણામ...આભાર...મા!
-
મોરલી પંડ્યા
જૂન ૧૫, ૨૦૧૪
No comments:
Post a Comment